મલેક ઝફરુલ્લા દ્વારા કોસંબામાં પણ અનેક ગેરકાયદે પ્રવૃત્તિઓમાં મધ્યસ્થી કરી પોતે પોલીસ અધિકારીઓનો લાડકો હોવાની ડંફાસો મારતો ફરે છે
(સિટી ટુડે) સુરત,તા.૦૯
ગરીબ પરીવારની મહિલાઓને પૈસાના લાલચ આપી ફોસલાવી વિદેશમાં ડોલર સહિત કેરીંગની કામગીરી કરાવનાર સુરતની માથાભારે ગણાતી સમીમ અને ઝફરુલ્લા એન્ડ ટોળકીએ સુરત શહેર મુસ્લિમ સમાજની કેટલીક મહિલાઓને કતારના એરપોર્ટ પર ગેરકાયદેસર દવાઓ મોકલી પકડાવી દેનાર ટોળકી સામે ભોગ બનનાર મહિલાઓના પરીવારજનો દ્વારા ફરીયાદ કરાતા સમગ્ર ટોળકીનો પર્દાફાશ થયો છે.
આ ટોળકીની મુખ્ય મહિલા સુત્રધાર સમીમ અને તેનો જમાઇ કોસંબા ખાતે રહેતો મલેક ઝફરુલ્લા દ્વારા માત્ર કતર જ નહિ પણ અનેક દેશોમાં પણ મહિલાઓને પૈસાની લાલચ આપી ફોસલાવી અનેક ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ કરાવી હોવાની ચર્ચાઓ ઉઠવા પામી છે.
મળતી માહિતી મુજબ, ઝફરુલ્લા મલેક કોસંબામાં પણ અનેક ગેરકાયદે પ્રવૃત્તિઓ સાથે જાેડાયેલો હોવાની ચર્ચાઓએ જાેર પકડ્યું છે. એક ફોન રેકોડિર્ંગના માધ્યમથી જાણવા મળ્યું છે કે આ ઝફરુલ્લા મલેકનું કનેકશન અનેક મોટામાથાઓ સાથે સંકળાયેલ છે. કોસંબામાં મોટાપાયે ઝફરુલ્લા ગેરકાયદે પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનું તપાસ થાય તો બહાર આવે તેમ છે. ભોગ બનનારી મહિલાઓના પરીવારજનો દ્વારા સુરત પોલીસ કમિશનરના દ્વાર સુધી આ મામલાની જાણ કરાતા પોલીસ કમિશનર કચેરી ખાતેથી તપાસ સ્પેશ્યલ બ્રાન્ચને સોંપવામાં આવી હોવાનું ગુપ્ત સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.
- આ સમગ્ર રેકેટમાં કેનેડા બેસી મુખ્ય ભુમિકા ભજવતો ફહીમ નાલબંધ દ્વારા સુરતમાં ઇ-સિગારેટનો કોને પહોંચાડાય છે
દુબઇથી મોટાપાયે ઇ-સિગારેટનો માલ ખેપીયાઓ પાસે મોકલી સુરતના અડાજણ વિસ્તારમાં ફહીમે નાલબંધે કયા-કયા દુકાનદારોને માલ પહોંચાડ્યો તે અંગે તપાસ જરૂરી બની છે. નાની ઉંમરમાં મોટા સપનાઓ રાખતો ફહીમ જે તમામ ગેરકાયદે પ્રવૃત્તિઓમાં હાથ અજમાવી હાલ કેનેડામાં પરમીટ વિઝા લઇ બેસેલો ફહીમના કોલ ડિટેઇલ તપાસ કરાય તો ગુજરાતના મોસ્ટ વોન્ટેડો સાથે તેના સંપર્કો બહાર આવી શકે છે.