નાણાવાટનો માઝ, સાબરીનગરનો રીયાઝ, અડાજણના બાપુ, મેહબુબ, ફેસલ, ફેઝુ અને વેસુના સંજય, સમીર સહિતની ટોળકીની પણ પોલીસ તપાસ જરૂરી બની
(સિટી ટુડે) સુરત,તા.૨૧
સુરત શહેરમાં હાલ હવાલા કૌભાંડીઓ પર તવાઇ હોય તેમ સુરત પોલીસે હવાલા કૌભાંડીઓને દબોચવા કમર કસી છે. જેમાં સૌથી વધુ ચોકબજાર, અડાજણ, વરાછા અને વેસુ વિસ્તારમાં હવાલા કૌભાંડીઓનો ગઢ બની ગયું હોય તેમ લાગી રહ્યું છે. હાલમાં જ એસઓજી દ્વારા ભાગાતળાવ સીંધીવાડમાં મકબુલ ડોકટર સહિતનાઓની ધરપકડ કરવામાં આવી છે જેમાં તેનો પુત્ર બસ્સામ હાલ ભારત છોડી દુબઇથી આફ્રિકા ભાગી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. બસ્સામના અંગત મિત્ર ગણાતા સોબાન અને જુનેદ સાબુવાલા સહિતના અન્ય બે ખાસ મિત્રો હાલ પોલીસની રડારમાં હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
નાણાવાટ વિસ્તારના માઝ અને સાબરીનગરના રીયાઝ તથા અડાજણનો બાપુ, મેહબુબ અને ફેસલ તથા ફેઝુ આ સમગ્ર ટોળકી પણ બસ્સામને સીમકાર્ડ અને બોગસ એકાઉન્ટની વ્યવસ્થા કરી આપતા હોવાની ચર્ચાઓ ઉઠવા પામી છે. જેમાં બસ્સામ પાસેથી થોડા પૈસાની લાલચમાં અનેક મધ્યમ વર્ગના લોકોના ડોક્યુમેન્ટના આધારે સીમકાર્ડ અને બેંક એકાઉન્ટ ખોલાવી આખી કિટ માત્ર ૧૫-૨૦ હજાર રૂપિયાની લાલચમાં બસ્સામ જેવા કૌભાંડીને સોંપી દેવામાં આવતી હતી.
સુરત શહેરથી સીમકાર્ડની કંપનીના કેટલાક કર્મચારીઓ સાથે સેટીંગ કરી લોકોના બોગસ ડોક્યુમેન્ટના આધારે ૫૦૦ થી ૧૦૦૦ રૂપિયામાં સીમકાર્ડ મેળવી બસ્સામને ૨-૨ હજાર રૂપિયામાં વહેંચતા હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે. જેના કારણે બસ્સામ સાથે સંપર્કમાં આવેલા તમામ મિત્રો તથા એજન્ટો પણ પોલીસ સંકજામાં આવે તે વાત નકારી શકાય તેમ નથી.
દુબઇમાં બોગસ કંપનીઓ ખોલી કરોડો રૂપિયાની લોન લઇ દુબઇથી સુરત ભાગી આવેલા ચીટરોની ગેંગની તપાસ જરૂરી. અડાજણ વિસ્તારમાંથી ગરીબ લોકોના નામે બોગસ કંપનીઓ ખોલી દુબઇથી કરોડો રૂપિયાની લોન લઇ ગરીબોને ૨-૪ લાખ રૂપિયા આપી ભારત ભગાવી દેનાર ટોળકી કોણ વાંચો આવતા અંકે…..