(સિટી ટુડે) સુરત,તા.૨૬
આગામી તા: ૦૬/૦૬/૨૦૨૫ થી ૧૦/૦૬/૨૦૨૫ સુધીમાં આખા ભારત દેશમાં તેમજ ગુજરાત રાજ્યમાં મુસ્લિમ ધર્મના લોકો દ્વારા ઈદ-ઉલ-અઝહા (બકરી ઈદ) નો તહેવાર ઉજવવામાં આવનાર છે. બકરી ઈદમાં મુસ્લિમ ધર્મના લોકો દ્વારા તેમની આસ્થા મુજબ કાયદા દ્વારા પ્રતિબંધિત પશુઓ સિવાયના પશુઓ જેવા કે બકરા, ઘંટા, પાડા અને અન્ય જાનવરોની પરંપરાગત રીતે કુરબાની કરવામાં આવે છે. બકરી ઈદ દરમિયાન મુસ્લિમ ધર્મ લોકો દ્વારા કુરબાનીના જાનવરો વિવિધ સ્થળો અને વિસ્તારોમાંથી ખરીદી કરવામાં આવે છે અને તે પશુઓને તેમના ગામ-ઘર સુધી વાહનો થકી લઈ જવામાં આવે છે. એટલે કે બકરી ઈદ દરમિયાન કુરબાનીના જાનવરોની હેરફેર મોટા વાહનો જેવા કે છોટા હાંથી, ટેમ્પો, ટ્રકો વિગેરેઓ દ્વારા કરવામાં આવે છે. જે વાહનો દ્વારા પશુઓની હેરફેર કરવામાં આવે છે તે વાહનો પાસે કાયદા મુજબ પશુ હેરફેર માટેની જરૂરી પરવાનગીઓ હોય છે અને આ તમામ પશુઓનું પરિવહન મહદઅંશે કાયદાની મર્યાદામાં રહીને જ કરવામાં આવતું હોય છે.
કુરબાનીના પશુઓની હેરફેર દરમિયાન કાયદા મુજબના પૂરતા કાગળો હોવા છતાં કથિત ગૌરક્ષકો અને અન્ય કટ્ટરપંથી સંગઠનો દ્વારા કાયદાની ઉપરવટ જઈ ખોટી રીતે આવા વાહનોને હેરાનગતિ કરવામાં આવે છે. આ કથિત ગૌરક્ષકો દ્વારા કુરબાની માટે લઈ જનાર વાહનોનો પીછો કરી તેઓને રોકીને તેમના ડ્રાઈવરો-કાંડક્ટરો સાથે મારપીટ કરવામાં આવે છે અને ખોટી રીતે ધાક-ધમકીઑ આપી પૈસા પડાવવામાં આવે છે. જે લોકો દ્વારા કુરબાની માટે પશુઓનું વેચાણ કરવામાં આવે છે તે લોકો અત્યંત ગરીબ હોય છે અને તેમનું સંપૂર્ણ ગુજરાન પશુ વેચાણ ઉપર આધારિત હોય છે જેથી તેઓ આખું વર્ષ કુરબાની માટેના પશુઓને પાળે છે અને તેમનું વેચાણ કરે છે અને તેમની આજીવિકા મેળવે છે. આપ સાહેબને જણાવવાનું કે હાલમાં કુરબાનીના પશુઓની હેરફેર દરમિયાન પોલીસની ઉપરવટ જઈ કાયદો અને વ્યવસ્થા પોતાના હાથમાં લઈ કથિત ગૌરક્ષકો અને કટ્ટરપંથી સંગઠનો દ્વારા જે રીતે લોકોને હેરાન કરવામાં આવી રહેલ છે તેને કારણે આ ગરીબ પશુ ઉછેરકો અને પશુ પાલકોમાં ડરનો માહોલ જાેવા મળે છે અને તેઓની આજીવિકા ઉપર માઠી અસર પડે છે. કાયદા દ્વારા પ્રતિબંધિત પશુઓ જેવા કે ગાય/ગૌવંશ વિગેરેનું કુરબાનીના હેતુ માટે હેરફેર થાય તો એવા લોકો ઉપર પોલીસ તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવી જાેઈએ. પરંતુ, ગાય/ગૌવંશની હેરફેર દરમિયાન પણ કથિત ગૌરક્ષકો દ્વારા આવા વાહનોની અટકાયત કરવામા આવે છે અને વાહનોના ડ્રાઈવરો-કાંડક્ટરો સાથે કાયદા વિરુદ્ધનું અમાનવીય અત્યાચાર કરવામાં આવે છે. તેઓ સાથે મારપીટ કરવામાં આવે છે અને ગંભીર શારીરિક ઇજાઓ પહોંચાડવામાં આવે છે. જે સંપૂર્ણપણે કાયદા વિરુદ્ધનું કૃત્ય છે. જેને અટકાવવું સભ્ય સમાજની રચના માટે ખૂબ જ આવશ્યક છે.જેથી આપ સાહેબને વિનંતી છે કે આગામી તા: ૦૬/૦૬/૨૦૨૫ થી ૧૦/૦૬/૨૦૨૫ સુધીમાં આખા દક્ષિણ ગુજરાતમાં પણ બકરી ઈદનો તહેવાર ઉજવવામાં આવશે અને તે માટે કાયદેસરના પશુઓની હેરફેર કરવામાં આવશે. જેમાં કથિત ગૌરક્ષકો દ્વારા કાયદો વ્યવસ્થા હાથમાં લેવામાં ન આવે અને ખોટી રીતે કાયદેસરના વાહનોની અટકાયત કરી તેઓ સાથે અમાનવીય અત્યાચાર કે મારપીટ કે પૈસા પડાવવાની ઘટનાઓ ન કરવામાં આવે અને આવી ઘટનાઓ ન બને અને તેની ઉપર અંકુશ આવે તેમજ આખા દક્ષિણ ગુજરાતમાં બકરી ઈદનો પવિત્ર તહેવાર શાંતિ અને ભાઇચારાથી ઉજવાય તે માટે યોગ્ય પગલાઓ લેવા અને કાયદાની ઉપરવટ જઈ ખોટી રીતે લોકોને હેરાનગતિ પહોંચાડતા સંગઠનોને રોકવા અને તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવા આપ સાહેબને નમ્ર વિનંતી અને અરજ છે.

બકરી ઈદના તહેવાર નિમિત્તે કુરબાનીના પશુઓની કાયદા મુજબની હેરફેર દરમિયાન તથિ હેરાનગતિને રોકવા દક્ષિણ ગુજરાત મુસ્લિમ સમાજ (સુચિત) દ્વારા માંગ કરાઈ
-
Next
અઠવાલાઈન્સ મુકામે કોર્ટની બહારથી એકશ્રી – રોહિત રાઠોડ નાઓનું આરોપીઓ ૧. રાકેશ ઉર્ફે બાલા મોહિત, ૨. પંકજ ઉર્ફે પંક્યો સેંડાણે, ૩. ભરત ઉર્ફે પચ્ચીસ, ૪. મુબારક ઉર્ફે મુબો પટેલ તથા અન્ય ત્રણ નાઓ દ્વારા કરવામા આવેલ અપહરણ અને મારામારી અંગેના ઉમરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ કેસમાં આરોપીઓને રેગ્યુલર જામીન ઉપર મુક્ત કરતી નામદાર કોર્ટ