લાલગેટ પોલીસ સ્ટેશનમાં ઉમર પીલા ના અપહરણ તથા ખંડણી તથા મારા મારીના ગુન્હાના કામે આરોપીઓ – યાકુબ ઈબ્રાહીમ સોની તથા ઉસામા મુસ્તુફા નાલબંધ નાઓને આગોતરા જામીન ઉપર મુક્ત કરતી નામદાર ગુજરાત હાઈકોર્ટ.
સિટી ટુડે: સુરત:૦૫
કેસની વિગત એ પ્રકારની છે કે, શહેર સુરતના લાલગેટ પોલીસ સ્ટેશન પાર્ટ – એ ગુન્હા રજીસ્ટર નં.૧૧૨૧૦૦૬૧૫૦૧૦૦/૨૦૨૫ થી તા.૨૨/૦૩/૨૦૨૫ ના રોજ ફરીયાદી – મોહમદઉમર મોહમદજુબેર પિલા નાઓએ ફરીયાદ આપેલ હતી અને જે ફરીયાદ ભારતીય ન્યાય સંહિતા – ૨૦૨૩ ની કલમ – ૧૧૫(૨), ૧૧૯(૧), ૧૪૦(૨), ૧૮૯(૨), ૧૯૦, ૩(૫) મુજબનો ગુન્હો રજીસ્ટર કરવામા આવેલ.
ફરીયાદની વિગત ધ્યાને લેવામાં આવે તો તે રીતની છે કે, “તે એવી રીતેની છે કે, ઉપરોકત તા.ટા. અને જગ્યાએ આ કામના આરોપીઓ (૧) યાકુબ ઈબ્રાહિમ સોની રહે.ઘર નં.૧૨ /૪૩૦ સોની સ્ટ્રીટ રાણી તળાવ લાલગેટ સુરત. (૨) રઉફ ઉર્ફે રઉફ બોમ્બેવાલા S/O ઈકબાલ બોમ્બેવાલા રહે.ઘર નં. ૪૦ નિશાંત સોસાયટી અડાજણ પાટીયા સુરત (૩) સોએબ ઈશાક મેવાવાલા રહે.સોની સ્ટ્રીટ હકીમચીચીની સામેની ગ લીમાં રાણી તળાવ લાલગેટ સુરત (૪) મહેતાબ ભૈયા રહે.બીજો માળ હિરા એપાર્ટ. સગરામપુરા અઠવા સુરત હાલ ઘર નં.બી/૧૭ ગુલીસ્તાન બંગલો પત્રકાર ચોકડી પાસે તાંદલજા વડોદરા (૫) ઉસામા મુસ્તુફા નાલબંધ રહે. ફ્લેટ નં.૩૦૧ ત્રી જો માળ પીર ખજુરી એપાર્ટ. સર જે.જે. સ્કૂલની સામે શાહપોર લાલગેટ સુરત (૬) અન્ય અજાણ્યા ઈસમો નાઓએ ભે ગા મળી એકબીજાનો સમાન ઈરાદો પાર પડવા સારૂ ગુનાહિત કાવતરૂ રચી મોહમદઉમર S/0 મોહમદજુબેર પિલા ના ઓને ઢોર માર મારી અપહરણ કરી અલગ અલગ જગ્યાએ ગોંધી રાખી મોહમદઉમર S/0 મોહમદજુબેર પિલા નાઓની માલીકાના ફ્લેટ નં.૧૦૩, ૫૦૧, ૫૦૨ સાદ પેલેસ તથા મદ્રેસા આરીફ પ્રાથમિક શાળાની દુકાન નં.૦૧ વાળી મિલ્કત તેમજ પરીવારના સભ્યોના બેંક એકાઉન્ટના સહીઓ વાળા ચેક, મોહમદઉમર S/O મોહમદજુબેર પિલા અસલ પાસપોર્ટ, મોહમદઉંમર S/O મોહમદજુબેર પિલની પત્નીના દાગીના જેમાં સોનાની ચેઈન પેન્ડલ સાથેની, ચાર અંગુઠી, કાન ની બુટ્ટી નંગ-૦૨ જે તમામની કિં.રૂ.૨,૦૦,૦૦૦/- ના પડાવી લઈ આજદિન સુધી પરત નહી આપી ગુનો કરેલ હોય વિગેરે” સદર ગુન્હાના કામે આ અગાઉ આરોપીઓ તર્ફે આગોતરા જામીન ઉપર મુક્ત થવાને માટે નામદાર સેશન્સ કોર્ટ, સુરતમા ફોજદારી આગોતરા જામીન અરજી દાખલ કરાવેલ. જે જામીન અરજી નામદાર સેશન્સ કોર્ટ, સુરતના જડજ સાહેબશ્રી નાઓએ નામંજુર કરતો હુક્મ ફરમાવેલ. ત્યારબાદ હાલના આરોપીઓ તર્ફે આગોતરા જામીન ઉપર મુક્ત થવાને માટે સુરત સ્થિત વકીલશ્રી ઝફર બેલાવાલા તથા નામદાર ગુજરાત હાઈકોર્ટના વકીલશ્રી શકીલ એ. કુરેશી તથા અનીક ટીમ્બલીયા નાઓ મારફત આગોતરા જામીન અરજી દાખલ કરવામા આવેલ.નામદાર ગુજરાત હાઈકોર્ટે બચાવ પક્ષના વકીલશ્રીઓની રજુઆતોને અંતે એવું નોંધેલ કે, ઉપરોક્ત ગુન્હાના કામે બંને આરોપીઓની કસ્ટોડીયલ ઈન્ટ્રોગેશન કરવો પડે તેવો કેસ નથી અને સદર ગુન્હાની ફરીયાદ ખુબ જ વિલંબીત સમયગાળાની છે અને કહેવાતો બનાવ સને ૨૦૧૯ અને સને ૨૦૨૩ ના છે અને તે અંગેના કોઈ સી.સી.ટી.વી. ફુટેજ તપાસના કામે આવેલ નથી. આ મુખ્ય મુદ્દાઓને ધ્યાને લઈ નામદાર ગુજરાત હાઈકોર્ટે આરોપીઓ – (૧) યાકુબ ઈબ્રાહિમ સોની તથા (૨) ઉસામા મુસ્તુફા નાલબંધ નાઓને કેટલીક શરતોને આધિન આગોતરા જામીન ઉપર મુકત કરતો હુક્મ કરેલ છે.
આરોપીઓ – (૧) યાકુબ ઈબ્રાહિમ સોની તથા (૨) ઉસામા મુસ્તુફા નાલબંધ નાઓ તર્ફે સુરત સ્થિત વકીલશ્રી ઝફર બેલાવાલા તથા નામદાર ગુજરાત હાઈકોર્ટના વકીલશ્રી શકીલ એ. કુરેશી તથા અનીક ટીમ્બલીયા નાઓએ જામીન અરજીની સફળ રજુઆતો કરેલ છે.