(સિટી ટુડે) સુરત,તા.૧૯
સાયબર ક્રાઈમ સુરત પો.સ્ટે. પાર્ટ એ ગુ.૨.નં. ૧૧૨૧૦૦૬૨ ૨૫૦૦૧૭/૨૦૨૫ થી ભારતીય ન્યાય સહીતા ૨૦૨૩ ની કલમ-૩૦૮(૭), ૨૦૪, ૩૩૬(૨), ૩૩૮, ૩૩૬(૩), ૩૪૦(૨), ૬૧(૨), ૩(૫) તથા આઈ.ટી. એકટની કલમ-૬૬(સી), ૬૬(ડી) મુજબનો ગુનો નોંધાયેલ અને સદરહું કામમાં ફરીયાદની ટુંકી વિગતો ધ્યાને લેવામાં આવે તો સદરહું કામમાં ફરીયાદીની ફરીયાદ હકીકત મુજબ તારીખ : ૧૧/૦૧/૨૦૨૫ ના કલાક : ૧૦:૩૮ થી તારીખ : ૨૭/૦૨/૨૦૨૫ દરમ્યાન અજાણ્યા મોબાઈ નંબર : ૯૮૮૩૧૧૬૫૪ ઉપરથી ટેલીકોલ ડિપાર્ટમેન્ટ હેડ ઓફીસ દિલ્હી થી રાહુલ શર્મા તથા દિલ્હીક્રાઈમ બ્રાંચ માંથી સીનીયર ઓફીસર પ્રધાન રાજેશ તરીકેની ખોટી ઓળખ આપી વાત કરનાર તથા વોટસએપ નંબર : ૮૦૧૮૭૨૮૨૬૧ ઉપરથી આઈ.પી.એસ.સુનિલ કુમાર ગૌતમ તથા સી.બી.આઈ. ઓફીસર પ્રતિપસિંહજી તરીકેની ખોટી ઓળખ આપી વાત કરનાર તથા બેંક અકાઉન્ટ ધારક નાઓએ પુર્વ આયોજીત કાવતરુ રચી આ કામના ફરીયાદીને વિડીયો કોલ કરીને ‘તમારા ઉપર મની લોન્ડ્રીગનો રૂા.૬.૮૯ કરોડનો કેસ છે જેનો કેસ કોડ સી ૩૫૭૭૦ છે અને તમોને કસ્ટડીમાં લેવા પડશે પરંતુ તમો સીનીયર સીટીઝન છો તમોને ડીજીટલી કસ્ટડીમાં લેવામાં આવે છે તેમ કહી તેઓને વોટસએપ સી.બી.આઈ. ના ખોટા કેસોનો ખોટો તથા બનાવટી લેટર વોટસએપ ઉપર મોકલી ફરીયાદીને ફરીયાદીને ડીજીટલ અરેસ્ટ કરી આઈ.પી.એસ. સુનિલકુમાર ગૌતમ તથા સી.બી.આઈ. ઓફીસર પ્રદિપસિંહજી તરીકે ખોટી ઓળખ આપનાર તેઓને ‘તમારી ઉપર જે મની લોન્ડ્રીંગનો ગુનો છે તે ખુબ જ ગંભીર છે આ કૃત્ય એક ગેંગ ધ્વારા કરવામાં આવી રહેલ છે અને આ ગેંગ ઘ્વારા બીજા ઘણા ગુનાઓ આચરવામાં આવેલ છે જેમાં તમારા કેસમાં આઈ.સી.આઈ.સી.આઈ. બેંક મેનેજર સંદીપ કુમારની ઘરપકડ કરેલ છે અને તેઓએ જજની રૂબરૂમાં એવું જણાવવામાં આવેલ છે કેજંયતકુમાર રમણલાલ શાહ ઘ્વારા મને આધારકાર્ડ આપવામાં આવેલ જેથી મે તેના બદલામાં રૂા.૬૮ લાખ તેઓને આપેલ છે જેથી તમારે તમારા બધા બેંક ખાતાઓની વિગત અમોને મોકલવી પડશે અને અમારે તેની તપાસ કરી તમારા બેંક ખાતામાં એક પણ રૂપિયો ખોટો નિકળશે તો તમારી સાથે કાયદેસરની કાર્યવાહી કરી દિલ્હી ખાતે તમારી ધરપકડ કરવામાં આવશે અને જાે આવું થશે તો સમાજમાં તમારી આબરૂ ઉપર પણ અસર પડશે જેથી તમારા બધા એકાઉન્ટમાંથી આર.બી.આઈ. બેંકનાં સેફ કસ્ટડી એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરી આ બધી રકમ તથા અમારા એકાઉન્ટમાં આવેલી તમામ એન્ટ્રીઓની તપાસ કરવામાં આવશે જાે આ રકમ સાચે જ તમારી કમાણીની છે કે કેમ અને જાે આ તપાસ કરતા તમારું આ કેસમાં ઈન્વોલમેન્ટ નહી હોય તો તમોને સુપ્રિમ કોર્ટના જજ ઘ્વારા કલીન ચીટ આપીને આર.બી.આઈ. ઘ્વારા ૪૮ કલાકમાં તમોને તમારી બધી જ રકમ પરત મળી જશે‘ તેમ કહી ફરીયાદીના એકાઉન્ટમાં આવેલ તમામ એન્ટ્રીઓ ચેક કરવાના બહાના હેઠળ તેઓની પાસેથી તેઓના અલગ અલગ એકાઉન્ટમાંથી ફેડરલ બેંક એકાઉન્ટ નંબર : ૨૪૩૯૦૧૦૦૦૦૭૮૪૫ માં રૂા.૧૦ લાખ તથા બંધન બેંકના એકાઉન્ટ નંબર : ૨૦૧૦૦૦ ૩૬૭૫૮૨૭૬ માં રૂા.૨૫ લાખ તથા એ.યુ. સ્મોલ ફાયનાન્સ બેંકનાં એકાઉન્ટ નંબર : ૨૪૦૧૭૨ ૫૩૬૩૮૪૫૮૧૩ માં રૂા. ૧૮ લાખ તથા ઉત્કષ સ્મોલ ફાયનાન્સ બેંક ના એકાઉન્ટ નંબર : ૧૭૪૮૦૧૭૨૦૮૫૧૩૪૨૯ માં રૂા.૬ લાખ મળી કુલ્લે રૂા.૧,૦૧, ૦૦,૦૦૦/- ટ્રાન્સફર કરાવી આ બધા ટ્રાન્સજેકશન માટે તેઓ ઘ્વારા વોટસએપ ઉપર આર.બી.આઈ. ના ચીફ જનરલ ના ખોટી સહી સિકકાવાળા બનાવટી ફાયનાન્શીયલ ટ્રાન્સજેકશન કમીટી ઓડર મોકલી આપી ફરીયાદી પાસેથી મેળવેલ રૂપિયા પરત મેળવવા માટે કોર્ટમાં કોન્ફીશ્યાલીટી બોન્ડ પેટે તેઓ પાસેથી ફેડરલ બેંકના એકાઉન્ટ નંબર : ૧૬૦૬૦૧૦૦૦૭૩૨૧૦ માં વધુ રૂા.૪ લાખ ટ્રાન્સફર કરાવી ફરીયાદીને મની લોન્ડ્રીગના ખોટા કેસમાં ડીજીટલ અરેસ્ટ કરી દિલ્હી ખાતે કાયદેસરની ધરપડક કરવાની ધમકીઓ આપીને તેઓ પાસેથી બળજબરીપુર્વક અલગ અલગ એકાઉન્ટમાં કુલ્લે રૂા.૦૧,૦૫, ૦૦,૦૦૦/-ટ્રાન્સફર કરાવી ફરીયાદી સાથે સાયબર ફોડ કરેલ હોવાની હકીકત દર્શાવી હાલની ફરીયાદ આપેલ છે. સદરહું ફરીયાદનાં અનુસંધાને ત.ક. અમલદારશ્રીએ આરોપી અબ્દુલરહેમાન ઈદ્વીશ શેખ નાઓની ધરપકડ કરેલ અને આરોપીને નામદાર કોર્ટ રૂબરૂ રજુ કરવામાં આવેલ જેઓએ જામીન ઉપર મુકત થવા નામદાર સેસન્સ કોર્ટમાં અરજી કરેલ. જે જામીન અરજીમાં આરોપી તર્ફે વકીલ નદીમ એચ. ચૌધરી નાઓની મુખ્ય રજુઆત એ રીતની હતી કે, આ કામના આરોપી નાઓનું સદરહું ગુનામાં એકાઉન્ટનો દુરઉપયોગ થયેલ છે તેમજ હાલના આરોપી સદરહું કેસમાં મહત્વના સાક્ષી હતા તેમ છતાં ત.ક.અમલદારનાઓ ઘ્વારા તેઓને આરોપી તરીકે દર્શાવી દિધેલ હતા વધુમાં હાલના આરોપીએ સદરહું ગુનામાં કહેવાતા રૂપિયામાંથી કોઈ આર્થિક લાભ લિધેલ હોય તેવું ચાર્જશીટના પેપર્સના ઉપરથી પ્રથમ દર્શનીય રીતે ફલીત થતું નથી વધુમાં હાલના આરોપીએ કોઈ બોગસ અધિકારી બનીને ફરીયાદીને ધમકાવેલ નથી કે કોઈ નાણા ફરીયાદી પાસેથી પડાવેલ નથી કે હાલના આરોપીએ કોઈ ખોટા ડોક્યુમેન્ટસ બનાવેલ નથી કે તેનો ખરા તરીકે ઉપયોગ કરેલ નથી. જે તમામ હકીકત ઘ્યાને લઈ મહેરબાન સુરતનાં છઠ્ઠા એડિશ્નલ સેસન્સ જડજ સાહેબશ્રીની કોર્ટ ઘ્વારા આરોપી અબ્દુલરહેમાન ઈદ્વીશ શેખ નાઓને કેટલીક શરતોને આધીન જામીન ઉપર મુક્ત કરતો હુકમ ફરમાવેલ છે. આરોપી અબ્દુલરહેમાન ઈદ્વીશ શેખ નાઓ તર્ફે વકીલ નદીમ એચ. ચૌધરી નાઓએ નામદાર સેસન્સ કોર્ટમાં દલીલો કરેલ હતી.
