પોલીસ અધિકારીઓને સૂચના આપવા સારુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા રાજ્યના ડીજીપી વિકાસ સહાયને રૂબરૂ મળી રજૂઆત કરવામાં આવી
(સિટી ટુડે) અમદાવાદ
તા. ૩૦-૯-૨૦૨૫ને મંગળવારના રોજ ગાંધીનગર ખાતે ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ સાહેબ અને રાજ્ય ના ડી.જી.પી. શ્રી વિકાસ સહાય સાહેબ ને મુલાકાત કરી ગુજરાતમાં પાછલા દિવસોમાં બહિયલ, વડોદરા, ગોધરા ખાતે સોશિયલ મીડિયા દ્વારા ધાર્મિક લાગણીઓ દુભાવતી ઉશ્કેરણી જનક પોસ્ટ વાયરલ થવા ના કારણે હિંસક ઘટનાઓ બનવા પામેલ છે તે બાબતે ખરા ગુનેહગારોની સામે કડક કાનુની કાર્યવાહી થાય પરંતુ નિર્દોષ લોકો ની ખોટી કનડગત કે ધરપકડ ના કરવા માં આવે તથા સવિશેષ બહિયલ ખાતે નાગરિકોમાં પરસ્પર વિશ્વાસ નું વાતાવરણ પુન: ધબકતું થાય અને જનજીવન રાબેતા મુજબ નું પુન:સ્થાપિત કરી ભય થી સ્થળાંતર કરી ગયેલા નાગરિકો પરત ફરે તેવા પ્રયાસો કરવા પોલિસ અધિકારીઓ ને સુચના આપવા રજુઆત કરી હતી. કસૂરવારો સામે પગલાં લેવાય પરંતુ નિર્દોષ લોકો ને કનડગત ન કરવા અને શાંતિ અને સલામતી જાળવી રાખી શાંતિ સ્થપાય માટે સધન પ્રયાસ કરવા અંગે ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા, પુર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, સમાજ સેવક જુનેદ શેખ, બહિયલ ના પૂર્વ સરપંચ ઈસ્માઈલ ભાઈ, ડેલિગેટ મુસ્તાક ભાઈ એ રજૂઆત કરી આવેદનપત્ર આપ્યું હતું. નામદાર સુપ્રિમ કોર્ટે ૨૦૧૮ના તહસીન પૂનાવાલા ચુકાદામાં નિર્દેશો આપ્યા છે એ મુજબ દેશભરના તમામ જિલ્લાઓમાં એક એસપી વર્ગના નોડલ અધિકારીની નિમણૂક કરી ઉશ્કેરણીજનક ભાષણો કરનારાઓ ઉપર દેખરેખ રાખી નફરત ફેલાવતા તત્વો સામે તાત્કાલિક સુઓમોટો ફરિયાદ દાખલ કરવા આપેલ સુપ્રિમ કોર્ટના નિર્દેશનો સરકાર અમલ કરે.








