(સિટી ટુડે) સુરત,તા.૨૯
શહેરમાંથી નાર્કોટીકસની બદીને સંપૂર્ણ નેસ્ત નાબુદ કરાવવા માટે અન્ય રાજયોમાંથી ચોરી છુપીથી ડ્રગ્સ લાવી સુરત શહેરમાં ઘુસાડી યુવાધનને નશાના અંધકારમાં ધકેલવાની પ્રવૃતિ કરતા ઈસમો ઉપર વોચ રાખી તેવી પ્રવૃત્તિ અટકાવવા ઝુબેશ સ્વરૂપે કામગીરી કરવા માટે આપેલ સુચના અનુસાર ખાસ પોલીસ કમિશ્નર વબાંગ જમીર સેકટર-૧ સુરત શહેર, ઇન્ચાર્જ નાયબ પોલીસ કમિશ્નર કરણરાજ વાઘેલા ઝોન-૩, સુરત શહેર તથા ઇન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશ્નર એલ.બી.ઝાલા એ.સી.પી. ‘ઇ’ ડિવિઝન નાઓના સીધા માર્ગદર્શન હેઠળ નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે. ઉપરોકત સુચના અંતર્ગત લાલગેટ પો.સ્ટે. પી.આઇ. એન.એમ.ચૌધરી નાઓએ લાલગેટ પો.સ્ટે. વિસ્તારમાં સર્વેલન્સ ટીમના માણસોને નાર્કોટીક્સ ડ્રગ્સનુ વેચાણ કરતા ઈસમો અંગે માહિતી મેળવવા સુચના કરવામાં આવેલ. તે દરમ્યાન સર્વેલન્સના એ.એસ.આઇ. મોહસીન હુસૈન તથા સાજીદભાઇ તથા વિરલભાઈ તથા હે.કો. દિલુભા નાઓને નાઇટમાં રાજમાર્ગ ઉપર પેટ્રોલીંગ દરમ્યાન ટુ વ્હીલર લઇ ઉભેલ ત્રણ ઇસમો શંકાસ્પદ લાગેલ. જેથી તેમને રાઉન્ડ અપ કરી તેમની ખીસ્સા તથા ટુ વ્હીલર ડેકીમાંથી મેફેડ્રોન ડ્રગ્સ તથા વેચાણના સાધનો મળી આવેલ. જે અંગે કાર્યવાહી કરી ચેક કરતા ત્રણેય આરોપીઓ પાસેથી અલગ અલગ જથ્થામાં પ્રતિબંધિત મેફેડોન ડ્રગ્સ કુલ વજન ૨૦૪.૭૦ ગ્રામ કિંમત રૂ.૨૦,૭૦,૦૦૦/-નો મળી આવેલ તેમજ અંગ ઝડતીમાંથી મોબાઈલ ફોન નંગ-૦૪ તથા ડીઝીટલ વજન કાંટા નંગ-૦૧ તથા નાની સાઇઝની પ્લાસ્ટીકની પુશલોક બેગ તથા સીરીજો મળી કુલ કિરૂર૨,૧૦,૬૦૦/- ની મત્તાનો મુદ્દામાલ પકડી પાડી એન.ડી.પી.એસ. એકટ હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે. પકડાયેલ ત્રણેય આરોપીઓ ડ્રગ્સનો નશો કરવાની ટેવ વાળા છે. સરફરાજ ડ્રગ્સનો જથ્થો મંગાવી અને છુટક વેચાણ કરતો હતો અને ઇમરાન તેનો મિત્ર હોય તે પણ કયારેક પોતાના માટે તેમજ બીજા માટે નાનો જથ્થો ખરીદીને ૫૦૦ રૂપિયા કમિશન લઇ વેચી દેતો. આજ રોજ રાત્રિના આરોપી ઉબેદુલ્લાહને પોતાના માટે ડ્રગ્સની જરૂર હોય જેથી તેની સાથે અગાઉ જેલમાં મળેલ ઇમરાન તેને મળતા તેની પાસેથી ડ્રગ્સ મંગાવવાનું નક્કી કરેલ. જેથી ત્રણેય જણા ભાગા તળાવ રોડ ઉપર ડ્રગ્સ આપ લે કરવા મળેલ તે દરમ્યાન પકડાઇ ગયેલ હતા. ત્રણેય આરોપીઓ અગાઉ ડ્રગ્સના કેસોમાં પકડાઇ ચુકેલ છે અને હાલમાં જામીન ઉપર છે. પકડાયેલ આરોપીઓ પૈકી સરફરાજ મુખ્ય આરોપી છે અને તેણે બે દિવસ પહેલા ઇરફાન મકરાણી રહે.માંગરોળ વાળા પાસેથી ડ્રગ્સનો જથ્થો મંગાવેલ હતો. આરોપીઓ ગ્રાહકો સાથે ડ્રગ્સના બદલે ‘કપડાં’ ના કોડવર્ડમાં વાતચીત કરતા હતા.








