
(સિટી ટુડે) અમદાવાદ :
મતદારની ઉંમર ૧૮ વર્ષ કરતાં વધુ તેમજ નામ ૨૦૨૫ ની મતદાર યાદીમાં ન હોય તો ફોર્મ ૬ ભરવાનું રહેશે અને નામ સુધારણા – સરનામું બદલવા માટે ફોર્મ ૮ ભરી મતદાન મથકે BLO ને જમા કરાવવું ૧૫-૧૧-૨૦૨૫ ને શનિવારે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ૨૦૦૨ ની મતદાર યાદીમાં મતદારનું /સંબંધીનું નામ શોધવા માટે સ્કેનરનો ઉપયોગ કરી ફોર્મ સ્વીકારવા BLO ને સૂચના આપવામાં આવી છે.
ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા તેમજ જીપીસીસી વરિષ્ઠ આગેવાન અને પૂર્વ સીનીયર ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા BLO જે સૂચના આપી છે તેની વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું છે કે તારીખ ૧૫, ૧૬ (શનિ-રવિ), ૨૨, ૨૩ (શનિ-રવિ) નવેમ્બર ૨૦૨૫ ના રોજ સવારે ૯ થી બપોરે ૧ દરમ્યાન મતદારોએ પોતાના મતદાન મથકો ઉપર પોતાના વિસ્તારના BLO નો સંપર્ક કરવાનો રહેશે.
દરેક બુથ પર BLO દ્વારા મૂકવામાં આવેલ સ્કેનરનો ઉપયોગ કરી ૨૦૦૨ની મતદાર યાદીમાં માહિતી શોધવી. મતદારો જાતે પણ સ્કેનરનો ઉપયોગ કરી જે તે વિધાનસભામાં પોતાનું નામ શોધી શકશે. હાલમાં સાઈટ ઉપર વધુ લોડ હોવાને કારણે ૧ થી વધુ વખત પ્રયત્ન કરવા. સ્કેન કરતા ડાયલોગ બોક્સ ખુલશે. Assembly Constituency ની સામે કલીક કરીને વિધાનસભા સિલેકટ કરવી, Surname & Name ગુજરાતી ભાષામાં મતદારની અટક અને નામ ટાઈપ કરવું, Relative Name ગુજરાતી ભાષામાં સંબંધીનું નામ (પિતા કે પતિ) ટાઈપ કરવું. ત્યાર બાદ CAPTCHA Code “ENTER” કરવો અને છેલ્લે “SEARCH” ઉપર કલીક કરવું.
અગત્યની સૂચના આપતાં જણાવ્યું છે કે જો મતદારની ઉંમર ૧૮ વર્ષ કરતાં વધુ છે અને નામ ૨૦૨૫ ની મતદાર યાદીમાં ન હોય તો હાલ ફોર્મ ૬ ભરવાનું રહેશે. નવા મતદાર માટે ફોર્મ ૬ ભરી શકાશે. નામ સુધારણા અને સરનામા બદલવા માટે ફોર્મ ૮ ભરી આપના મતદાન મથક ઉપર આપના BLO પાસે જમા કરાવવા વિનંતી.
સમગ્ર ગુજરાતના કોંગ્રેસ પક્ષના આગેવાનો અને કાર્યકરો સહિત સર્વ સમાજના યુવા શિક્ષિત વર્ગ, NGO, બુદ્ધિજીવીઓ, સામાજિક, રાજકીય તથા ધાર્મિક સંસ્થાઓને પોતાની સામાજિક જવાબદારી નિભાવવા મતદારયાદી સુધારણા કાર્યક્રમ માટે BLO ના સંપર્કમાં રહી મતદારોને મદદરૂપ થવા હાર્દિક નમ્ર વિનંતી કરી હતી.
ઈમરાન ખેડાવાલા
સન્માનીય ધારાસભ્ય, જમાલપુર-ખાડિયા
ગ્યાસુદ્દીન શેખ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન, પૂર્વ ધારાસભ્ય








