(સિટી ટુડે) અમદાવાદ,તા.૨૩
SIR પ્રક્રિયા મુજબ મતદાર યાદીની શુદ્ધિકરણ પ્રક્રિયા શંકાના ઘેરામાં છે.
જે રીતે આજે BLO દ્વારા મતદારોને ખાલી (Blank) ફોર્મ માત્ર સહી કરીને જમા કરવા માટે કહેવામાં આવી રહ્યું છે, તે ગંભીર મુદ્દો છે.
મુખ્ય પ્રશ્ન એ છે કે — જ્યારે ફોર્મમાં જરૂરી માહિતી ભરી જ નથી, ત્યારે ડ્રાફ્ટ યાદીમાં મતદારનું નામ કયા આધારે સામેલ કરવામાં આવશે?
આ પ્રક્રિયા સંપૂર્ણપણે ખોટી છે.
મતદારોને પોતાની સંપૂર્ણ વિગતો સાથે ફોર્મ ભરીને જમા કરવાનો સંપૂર્ણ મોકો મળવો જોઈએ. સાથે સાથે નવા મતદારો માટે ફોર્મ-6 ઉપલબ્ધ કરાવવામાં આવે જેથી તેઓ પોતાનું નામ નોંધાવી શકે.
જનહિતમાં અમારી વિનંતિ છે કે આવતા શનિવાર અને રવિવાર, 29 અને 30 નવેમ્બરના દિવસે BLOને બૂથ પર સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી હાજર રાખવામાં આવે.
જેથી આ પ્રક્રિયા સુગમ, સરળ અને નિષ્પક્ષ રીતે 4 ડિસેમ્બરના રોજ પૂર્ણ થઈ શકે.







