(સિટી ટુડે) અમદાવાદ, તા.૦૨
ગુજરાત રાજ્યના તમામ વકફ ટ્રસ્ટો અને મુતવલ્લીઓ દ્વારા Umeed Portal પર નોંધણી પ્રક્રિયા દરમિયાન અનેક તકેદારી અને ભારે દબાણનો સામનો કરવો પડી રહ્યો છે. દેશભરમાં એક જ પોર્ટલ ચાલુ હોવાને કારણે સિસ્ટમ અત્યંત ધીમી છે અને ડેટા એન્ટ્રી યોગ્ય રીતે થઈ શકતી નથી. જેના પરિણામે 5 ડિસેમ્બર સુધીની અંતિમ તારીખમાં તમામ નોંધણી પૂર્ણ કરવી અશક્ય જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે.
આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને લઈ આજે કાયદા સચિવ શ્રી ઉપેન્દ્ર ભટ્ટ સાહેબ સમક્ષ ગુજરાત વકફ બોર્ડ તરફથી તાત્કાલિક નોંધણી અવધિ વધારવા અંગે મજબૂત રજૂઆત કરવામાં આવી છે.
આ રજૂઆત માટે
* ડૉ. મોહસીન લોખંડવાલા – અધ્યક્ષ શ્રી, ગુજરાત રાજ્ય વકફ બોર્ડ
* શ્રી ઇમરાનભાઇ ખેડાવાલા – ધારાસભ્ય શ્રી, અમદાવાદ ( મેમ્બર ગુજરાત રાજ્ય વક્ફ બોર્ડ)
* શ્રી આબિદભાઇ મન્સુરી સાહેબ – મુખ્ય કારોબારી અધીકારી શ્રી ગુજરાત રાજ્ય વકફ બોર્ડ
• રણજીતસિંહ રાઠોડ – BCG સભ્ય (મેમ્બર ગુજરાતરાજ્ય વકફ બોર્ડ)
• તૌફીકભાઇ વોહરા (એડવોકેટ)– (મેમ્બર ગુજરાત રાજ્ય વક્ફ બોર્ડ)
સર્વોચ્ચ ન્યાયાલયમાં પણ આ મુદ્દે અરજી કરવામાં આવી હતી, પરંતુ સર્વોચ્ચ ન્યાયાલયે અરજી રદ કરી છે અને કોઈપણ અવધિ વધારો મંજૂર કર્યો નથી. જેના કારણે સમગ્ર ભારત સહિત ગુજરાતના વકફ ટ્રસ્ટો અને મુતવલ્લીઓ મુશ્કેલીભરી સ્થિતિમાં મુકાયેલા છે.
- Umeed Portal પર લાખો ડેટા એક જ સિસ્ટમમાં અપલોડ થવાને કારણે:
- સર્વર સતત ધીમું રહે છે
ટેક્નિકલ સમસ્યાઓ યથાવત છે
કાર્ય સમયસર પૂર્ણ થતું નથી - ગુજરાત વકફ બોર્ડની મુખ્ય માંગણી
- નોંધણી અવધિ તાત્કાલિક વધારવી
સર્વર ક્ષમતા વધારી ટેક્નિકલ તકલીફો દૂર કરવી
વકફ સંસ્થાઓને યોગ્ય માર્ગદર્શન અને સહાયતા આપવી








