ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને પુર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ દ્વારા ‘એક્સ’ના માધ્યમથી અને ઈ-મેઈલ દ્વારા કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગે અને રાહુલ ગાંધી સહિત ઇન્ડિયા ગઠબંધન ને ઉમ્મીદ પોર્ટલ ની મુદ્દત છ મહિના વધારવા રજુઆત કરી હતી અને વિશેષ રુપે ગયાસુદદીન શેખ દ્વારા ટેલિફોનિક રજુઆત સાસંદ સભ્યઓ ઈમરાન પ્રતાપગઢી, તારિક અનવર, નાસિર હુસેન, મોહમ્મદ જાવેદ, ઈમરાન મસુદ, સલમાન ખુરશીદ અને શક્તિ સિંહ ગોહિલ ને ટેલિફોનિક રજુઆત કરી વર્તમાન સંસદમાં ઉમ્મીદ પોર્ટલનો સમયગાળો ૬ મહિના વધારવાની રજુઆત કરી હતી.આજરોજ સંસદ ભવનમાં ઇન્ડિયા ગઠબંધનના સાંસદો દ્વારા ઉમ્મીદ પોર્ટલની મુદ્દત વધુ છ મહિના વધારવા અરજી મુકવામાં આવી હતી. જેમાં કોંગ્રેસના સાસંદ ઈમરાન પ્રતાપગઢીએ સંસદની બહાર અને અંદર મુદ્દો ઉઠાવા નિવેદન આપ્યો હતો તથા સંસદમાં સપા સાંસદ મુહિબુલ્લા નદવી સહિતના સાંસદોએ મુદ્દો ઉઠાવી ઉમ્મીદ પોર્ટની મુદ્દત વધારવા રજૂઆતો કરી હતી. સપા અધ્યક્ષ અખીલેશ યાદવે પણ ટ્વીટ કરી આ મુદ્દા પર માંગ કરી છે.