(સિટી ટુડે) સુરત,તા.09
બોગસ ક્રાઈમ બ્રાંચ ઓફીસરની ખોટી ઓળખ આપી ડિજીટલ અરેસ્ટ કરી રૂપિયા રૂા.૨૦ લાખ ૫૦ હજાર પડાવવી યુ.એસ.ડી.ટી. કન્વર્ટ કરવાનાં કેસમાં સુલતાન ઈમ્તિયાઝ અલુલા નાઓનાં જામીન મંજુર કરતી નામદાર સેશન્સ કોર્ટ.
સાયબર ફ્રાઈમ સુરત પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૨૧૦૦૬૨૨૫૦૦૧૬/૨૦૨૫ થી ભારતીય ન્યાય સહીતા ૨૦૨૩ ની કલમ–૩૦૮(૭), ૨૦૪, ૩૩૬(૨), ૩૩૮, ૩૩૬(૩), ૩૪૦(૨), ૬૧(૨), ૩(૫) તથા આઈ.ટી. એકટની કલમ–૬૬(સી), ૬૬(ડી) મુજબ નો ગુનો નોંધાયેલ અને સદરહું કામમાં ફરીયાદીની ફરીયાદ હકીકત મુજબ ગત તારીખ ઃ
:૦૩/૦૩/૨૦૨૫ ના કલાક : ૯ :૦૦ થી તારીખ ઃ ૦૭/૦૩/૨૦૨૫ ના કલાક ૧૭ : ૩૦ દરમ્યાન મોબાઈલ નંબર : ૯૧૭૮૫ ૪૨૭૨૯ અને ૮૦૭૯૯ ૫૮૮૯૨ વોટસએપ વિડીયો કોલ ઉપર બ્લુ ડાર્ટ કુરીયર કંપનીમાંથી અમિતકુમાર તથા ક્રાઈમ બ્રાચ માંથી ડી.સી.પી. બોલતા હોવાનું ખોટી ઓળખ આપનાર તથા બેંક એકાઉન્ટ ધારક નાઓએ પુર્વઆયોજીત કાવતરું રચી તારીખ : ૨૬/૦૨/૨૦૨૫ ના રોજ તમારા નામથી પાર્સલ મુંબઈ થી બેંકોક બુક થયેલ હતું જેનો પાર્સલ નંબર : ૨૨૮૯૩૨૧૨૯૧૩ છે અને રીસીવરનું નામ ઝાંગ લીન છે જેમનો કોન્ટેક નંબર : + ૬૬૮૨૭૨૪૧૪૧૨ છે જે પાર્સલમાં પાંચ પાસપોર્ટ, ત્રણ એ.ટી.એમ. કાર્ડ, એક લેપટોપ, ચાર કીલો કાપડ તથા ૧૪૦ ગ્રામ એમ.ડી.એમ.એ. મળી આવેલ છે તથા ફરીયાદીના આધારકાર્ડ ઉપર સીમકાર્ડ એકટીવ થયેલ હોવાનું તથા કેનેરા બેંકમાં એકાઉન્ટ ઓપન થયેલ હોવાનું જણાવી આ બેંક એકાઉન્ટમાં મોટા પાયે નાણાકીય વ્યવહારો થયેલ છે અને મની લોન્ડરીંગ અને ફોર્ડ કેસમાં ઉપયોગમાં લેવાયેલ છે અને તે મની લોન્ડરીંગ અને ફોડના કેસમાં ફરીયાદીની પણ સંડોવણી જણાય આવેલ છે જો તપાસમાં સાથ સહકાર નહી આપો તો ધરપડક કરી જેલમાં નાખવામાં આવશે આ બાબતે મુંબઈ ક્રાઈમ બ્રાંચ પોલીસ સ્ટેશનમાંથી ગુનો નોંધાયેલ છે તેવી ધમકી આપી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશન ઈન્ડીયા કન્સેન્ટ ટુ ટર્મસ ઓફ કોન્ફીડેન્શીયલ એગ્રીમેન્ટ ૨૦૨૫ (ડીટેકટીવ) એફ.આઈ.આર. નં.૨૨૧૨૧૮૬
ઉપર પોલીસ ઓફીસ૨ ઈન્ચાર્જ બ્લેસીંગ રાજપુત આઈ.પી.એસ. (ડી.સી.પી. સાયબર) માં સહી કરેલ સિકકાવાળા ડેટ ઓફ ઈસ્યુ તારીખ : ૦૩/૦૩/૨૦૨૫ ઈન્વેસ્ટીગેશન યુનીટ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશન ટીમ લેટર પેડ મોકલી ડરાવી અને ફરીયાદી નિર્દોષ હશે તો ફરીયાદીને છોડી દઈશું તેમ જણાવી ફરીયાદીના અલગ અલગ બેંક એકાઉન્ટમાંથી ફેડરલ બેંક એકાઉન્ટ નંબર : ૧૫૯૬૦૧૦૦૦૬૩૬૨૫ માંથી રૂા.૧૦,00,000/- તથા ફેડ૨લ બેંક એકાઉન્ટ નં.૨૨૨૩૦૧૦૦૦૩૮૧૨૧ એકાઉન્ટ આઈ.એફ.એસ.સી. ૧૦,૫૦,૦૦૦/- મળી કુલ્લે રૂા.૨૦,૫૦,000/– ટ્રાન્સફર કરાવી લઈ ફરીયાદીના રૂપિયા પરત ન આપેલ હોય તે હકિકત દર્શાવી હાલની ફરીયાદ આપેલ છે.
સદરહું ફરીયાદનાં અનુસંધાને ત.ક. અમલદારશ્રીએ આરોપી સુલતાન ઈમ્તિયાઝ અલુલા નાઓની ધ૨પકડ ક૨ેલ અને આરોપીને નામદાર કોર્ટ રૂબરૂ ૨જુ ક૨વામાં આવેલ જેઓએ જામીન ઉપર મુકત થવા નામદાર સેસન્સ કોર્ટમાં અરજી કરેલ. જે જામીન અરજીમાં આરોપી તર્ફે વકીલ શ્રી નદીમ એચ. ચૌધરી નાઓની મુખ્ય ૨જુઆત એ રીતની હતી કે, હાલના આરોપી નાઓએ ફરીયાદીની કોઈ બોગસ ક્રાઈમ બ્રાચ ઓફીસર તરીકે કોઈ વાત કરેલ નથી કે હાલના આરોપીએ ફરીયાદીને વોટસએપ ઉપર કોઈ આઈ.ડી. કાર્ડ મોકલેલ નથી તેમજ ડીજીટલ અરેસ્ટમાં જે ફોન નંબરનો ઉપયોગ થયેલ છે તે ફોન નંબર પણ હાલના આરોપીના નામ ઉપર નથી વધુમાં હાલના આરોપીનાં કોઈ બેંક ખાતાનો ઉપયોગ થયેલ હોય તેવું પણ પ્રથમ દર્શનીય રીતે ફલીત થતું નથી. જે તમામ હકીકત ઘ્યાને લઈ મહેરબાન સુરતનાં ૧૧ માં એડીશ્નલ સેસન્સ જડજ સાહેબશ્રીની કોર્ટ ઘ્વારા આરોપી સુલતાન ઈમ્તિયાઝ અલુલા નાઓને કેટલીક શરતોને આધીન જામીન ઉપર મુકત કરતો હુકમ ફ૨માવેલ છે.
આરોપી સુલતાન ઈમ્તિયાઝ અલુલા નાઓ તર્ફે વકીલ શ્રી નદીમ એચ. ચૌધરી નાઓએ નામદાર સેસન્સ કોર્ટમાં દલીલો કરેલ હતી.








