(સિટી ટુડે) વડોદરા :
-
વડોદરાના જરોદ પાસે ગઈકાલે સાંજે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. મુંબઇથી ઉત્તરપ્રદેશ લગ્નમાં જતા પરિવારને અકસ્માત નડ્યો હતો. XUV કાર ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાયા બાદ ઝાડ પર ઊંધી લટકી . એક વ્યક્તિનું મોત નીપજ્યું છે જ્યારે અન્ય ચાર લોકોને ઈજા પહોંચી છે. મુંબઇથી એક ડોક્ટર પરિવાર ઉત્તરપ્રદેશ લગ્ન પ્રસંગમાં જઈ રહ્યો હતો. તે દરમિયાન વડોદરાથી હાલોલ રોડ પર જરોદ પાસે ડોક્ટર પરિવારની XUV 500 કારને અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં કાર ડિવાઈડર સાથે અથડાયા બાદ ઝાડ પર ઊંધી લટકી ગઈ હતી. આસપાસના સ્થાનિકો દ્વારા ભારે જહેમત બાદ કારને નીચે ઉતારાઈ હતી અને કારમાં સવાર લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. કારમાં સવાર પાંચ લોકો પૈકી એક વ્યક્તિનું ગંભીર ઈજાઓને કારણે ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.









