- શહેરી વિકાસ વિભાગ અને ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીઓ સર્કલ બનાવીને ભ્રષ્ટાચાર કરી રહ્યા છે
(સિટી ટુડે) સુરત, તા.૨૭
સુરત તક્ષશિલા કાંડ બાદ અધિકારીઓ દ્વારા કરવામાં આવતા ભ્રષ્ટાચારને લઈને અનેક વાર રજૂઆતો થઈ ચૂકી છે. ગેરકાયદે બાંધકામ હોય કે અલગ અલગ વિભાગો દ્વારા આપવામાં આવતી મંજૂરી હોય હંમેશા વિવાદમાં રહે છે. રાજકોટની ગેમ ઝોનની ઘટના હોય કે સુરતની તક્ષશિલા કાંડ હોય આવી ઘટનાઓમાં જવાબદાર અધિકારીઓ સાથે દાખલો બેસે તેવી કાર્યવાહી થવી જાેઈએ. સુરત મહાનગરપાલિકામાં શાસકો અને વિપક્ષો દ્વારા અધિકારીઓની કામગીરી ઉપર પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યાં છે, ત્યારે મહેશ અણઘણે મેયરને પત્ર લખી જણાવ્યું કે, અધિકારીઓની નીચામાં નીચા વિભાગમાં બદલી કરો.
આપના કોર્પોરેટર મહેશ અણઘણે જણાવ્યું કે, આજે મેયરને પત્ર લખીને માંગણી કરી છે કે શહેરી વિકાસ વિભાગના અધિકારી અને ડેપ્યુટી ટાઉન પ્લાનરો સામે તાત્કાલિક પગલાં લેવામાં આવે. જય જવાનની અંદર એનઓસી અને બીયુ વગરની સંપત્તિને સીલ મારવામાં આવી છે. ત્યાંનો અભ્યાસ કરીને જવાબદારી અધિકારીઓની નક્કી કરવામાં આવ્યા અને તેમને તાત્કાલિક અસરથી બદલી કરી દેવામાં આવે. મુખ્ય કચેરીના સૌથી નાના વિભાગમાં આવા અધિકારીઓને બદલી કરીને દાખલો બેસાડવો જાેઈએ. શહેરી વિકાસ વિભાગ અને ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીઓ તમામ ઝોનમાં એક સર્કલ બનાવીને ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. આવા અધિકારીઓને ઓળખી કાઢી તેમની સામે પગલાં લેવાવા જરૂરી છે.
ઉલ્લેખનીય છે કે, ગત સામાન્ય સભામાં પણ અધિકારીઓની જવાબદારી ફિક્સ કરવા માટે માગ થઈ હતી. અધિકારી જન પ્રતિનિધિઓનું માનતા નથી અને ભ્રષ્ટાચાર કરી રહ્યા હોવાની ફરિયાદો ગુંજી ઊઠ્યો છે. તક્ષશિલા કાંડ બાદ ફરીથી જ્યારે એનઓસી અને બીયુ વગરની મિલકતોને સીલ કરવાની કાર્યવાહી હાઇકોર્ટના આદેશ બાદ શરૂ કરવામાં આવી ત્યારે અનેક સંપત્તિઓને સીલ મારી છે. જે પરચા સ્પષ્ટ થાય છે કે જે તે વિભાગના અધિકારીઓ દ્વારા તક્ષશિલા કાંડ બાદ પણ યોગ્ય રીતે તપાસ કરવામાં આવી ન હતી. તક્ષશિલા કાંડ બાદ સમયસર જે તે વિભાગના અને ઝોનના અધિકારીઓ દ્વારા યોગ્ય કામગીરી કરીને સ્થળ તપાસ કરવામાં આવ્યું હોત તો આટલી મિલકતોને શા માટે સીલ મારવાની ફરજ પડી હોત પરંતુ તક્ષકે શિલાકાંડ બાદ ફરીથી અધિકારીઓ પહેલાની જેમ જ ભ્રષ્ટાચાર કરીને મંજૂરી વગરની મિલકતોને શરૂ રાખી રહ્યા છે. આપના કોર્પોરેટર દ્વારા આવા અધિકારી સામે પગલાં લેવાની માગ કરવામાં આવી છે.
‘સિટી ટુડે’ સાથે ટેલીફોનીક વાતચીતમાં આપના કોર્પોરેટર મહેશ અણઘણે જણાવ્યું હતું કે, સેન્ટ્રલ ઝોન સહિત તમામઝોનના શહેર વિકાસ વિભાગના અધિકારીઓને બિલ્ડર દ્વારા પેકેજ નહિં મળે તો તે બાંધકામનું ડિમોલીશન કોઇ બચાવી શકતુ નથી અને જે બિલ્ડર દ્વારા શહેર વિકાસ વિભાગના અધિકારીઓને પેકેજ મળી જાય તો તે બિલ્ડરના બાંધકામને કોઇ ડિમેલીશન કરી શકતું નથી.