- અમદાવાદ શહેર ના પોલીસ અધિકારીઓ કેમ ભાજપના નેતા પર મહેરબાન કેમ?
- ભાજપ નેતાના જન્મ દિવસની ઉજવણીનો વીડિયો વાયરલ, પોલીસની ચારેકોર ટીકા
(સિટી ટુડે) અમદાવાદ, તા.૨૮
અમદાવાદ શહેર ના પોલીસ અધિકારીઓ કેમ ભાજપના નેતા પર મહેરબાન છે એટલે પોલીસ સ્ટેશન માં જન્મદિવસ ઉજવાય છે. અમદાવાદ DCP ની ઓફિસનો એક વીડિયો સામે આવ્યો છે જેને સૌ કોઈને વિચારતા કરી દીધા છે. ભાજપના નેતાના જન્મદિવસની ઉજવણી પોલીસ સ્ટેશનમાં જ કરવામા આવી હોવાનો વીડિયો વાયરલ થયો છે. અમદાવાદમાં પોલીસ અધિકારીની ચેમ્બરમાં ભાજપ નેતાએ જન્મદિવસ ઉજવ્યો હતો અને તેમાં ખુદ પોલીસ અધિકારીઓ પણ આ ઉજવણીમાં જોડાયા હતા. ત્યારે આ વીડિયો વાયરલ થતા પોલીસના આવલણની ભારે ટીકા થઈ રહી છે.
અમદાવાદમાં ભાજપ નેતા હિમાંશુ ચૌહાણે ACP કચેરીમાં કેક કાપી પોતાના જન્મ દિવસની ઉજવણી કરી હતી. જેમાં ભાજપ નેતા યોગેશ ગઢવી પણ ઉપસ્થિત રહ્યા હતાં. તેમજ DCP સહિત અનેક PI સેલિબ્રેશનમાં જોડાયા હતા. જાણકારી મુજબ IPS કાનન દેસાઈએ ACP કચેરીમાં આયોજન કર્યું હતુ મહત્વનું છે કે, જે અધિકારીઓને લોકોને કાયદાનું પાલન કરાવવાની જવાબદારી હોય છે તે પોલીસ અધિકારીઓ જ કાયદાનું ભાન ભુલી જાય ત્યારે પોલીસની કામગીરી સામે સવાલો ઉઠતા હોય છે.
ACP કચેરીમાં ભાજપ નેતાના જન્મ દિવસની ઉજવણીનો વીડિયો વાયરલ થતા પોલીસની ભારે ટીકા થઇ રહી છે. લોકો આ અંગે સવાલો ઉઠાવી રહ્યા છે. આ પોલીસ સ્ટેશન છે કે પછી કમલમ તેવા લોકો સવાલો કરી રહ્યા છે. શું ભાજપના નેતાને પોલીસ સ્ટેશનમાં જન્મદિવસની ઉજવણી કરવાનો અધિકાર છે ? પોલીસ અધિકારીઓ કેમ ભાજપના નેતા પર આટલા મહેરબાન થયા છે ?
કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે કહ્યું કે, ગુજરાતમાં યુવાનો ખેતરમા, રસ્તા ઉપર, પોતાની ગલીના નાકે કે પછી સોસાયટીના ઝાંપે બર્થ-ડે સેલિબ્રેટ કરે છે તેઓ હવે નજીકના પોલીસ સ્ટેશનમા જ કેક કાપીને ઉજવણી કરી શકે તેવી વ્યવસ્થા ગુજરાત સરકારે કરેલ છે. આપ ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવીનો પણ સંપર્ક કરી શકશો. IPS કાનન દેસાઈઍ તાબા હેઠળના તમામ પીઆઇને પોલીસ સ્ટેશનમાં હાજર રાખી બીજેપી નેતા હિમાંશુ ચૌહાણે પોલીસ સ્ટેશનમાં કેક કાપી… બીજેપી નેતા અને કલાકાર યોગેશ ગઢવી પણ હાજર રહીને અમદાવાદમાં IPS અધિકારીએ પોલીસ સ્ટેશનોને કમલમ બનાવી દીધા છે