સુરત,તા.૨૯
સુરતમાં એર ઈન્ડીયાની ફ્લાઈટ અટવાતા મુસાફરોને ભારે તકલીફનો સામનો કરવો પડ્યો હતો. દિલ્ડીથી વાયા સુરત મુંબઈ જતી ફ્લાઈટમાં આ ઘટના બની હતી. જેમાં ફ્લાઈટમાં લેડર જાેડતી વખતે દુર્ઘટના સર્જાઈ હતી.જેમાં ફ્લાઈટની ડાબી વિંગને લેડર અડી જતા નુકશાન થયું હતું. આ દુર્ઘટનાને કારણે આ પ્લાઈટ કેન્સલ કરી દેવામાં આવી હતી.
ફ્લાઈટ કેન્સલ થતા મુસાફરોને ભારે હાલાકી પડી હતી અને પરેશાન થઈ ગયા હતા. આ ફ્લાઈટ દિલ્હીથી સુરત થઈને બેંગ્લોર જઈ રહી હતી.
રાત્રે ૮.૩૦ વાગ્યે આ ફ્લાઈટનું સુરત એરપોર્ટ પર લેન્ડિંગ થયું હતું. ફ્લાઈટમાં ચઢવા ઉતરવા માટેની લેટર લગાવતી વખતે આ બનાવ બન્યો હતા. તે સમયે અચાનક લેડર ફ્લાઈટની વિંગ સાથે ટકરાતા મુસાફરો ગભરાઈ ગયા હતા.