(સિટી ટુડે) સુરત,તા.૩૦
સૈયદપુરા રાજાવાડી વિસ્તારમાં આવેલી ઇસ્માઇલ પેલેસ નામના એપાર્ટમેન્ટમાં ફરીયાદ હુસેન પઠાણને વેંચાણે આપે બિલ્ડર અસલમ અને જાવીદે અન્ય ઇસમને ફ્લેટનો દસ્તાવેજ કરી આપ્યો હતો.
મળતી માહિતી મુજબ, સૈયદપુરા રાજાવાડી ખાતે આવેલ ઇસ્માઇલ પેલેસ નામના એપાર્ટમેન્ટમાં હુસેન રૂસ્તમભાઇ પઠાણ નામના ઇસમને બિલ્ડર અસલમ અને જાવીદ દ્વારા ત્રણ ફ્લેટોનું વહેંચાણ કરી તેમના પાસેથી પૈસા લઇ લીધા બાદ બિલ્ડરોઓએ એજ ફ્લેટ અન્ય ઇસમને વહેંચી દઇ દસ્તાવેજ કરી આપેલ હતો.
ફરીયાદી હુસેનને ઇમરાન નામના દલાલે ઇસ્માઇલ રેસીડેન્સીના બિલ્ડર સોહેલ ભરુચી, જાવીદ મન્સુરી તથા અસલમ શેખ નામના બિલ્ડર સાથે મુલાકાત કરાવેલ હતી. ત્યારબાદ ત્રણ ફ્લેટનો સોદો નક્કી થતા બે ફ્લેટ હુસેન પઠાણ નામે લખાણ કરી આપેલ તથા એક ફ્લેટનો લખાણ એમની પત્નીના નામે લખેલ આપેલ હતો. ત્યારબાદ સોહેલ ભરૂચી નામના બિલ્ડરે ઇસ્માઇલ રેસીડેન્સીમાંથી છુટા પડી જતાં બાંધકામ પુર્ણ કરવાની સંપુર્ણ જવાબદારી જાવીદ અને અસલમ નામના બિલ્ડરોને સોંપી દીધેલ હતી. ત્યારબાદ આ બિલ્ડરોએ બે ફ્લેટનો કબ્જાે આપ્યા બાદ ત્રીજા ફ્લેટનો કબ્જાે આપ્યો ન હતો. જે અંગે હુસેન પઠાણ દ્વારા આ મામલામાં પોલીસ ફરીયાદ કરતા લાલગેટ પોલીસે ગુનો નોંધી એક આરોપીની ધરપકડ કરી છે. લાલગેટ પોલીસ મથકના પીએસઆઇ એસ.એ.અસારીએ વધુ તપાસ હાથ ધરી છે.