નવી દિલ્હી, તા.૧
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આજે ભગવાન શિવની તસવીર બતાવીને હિન્દુ ધર્મને લઈને વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે.
આવા નિવેદનથી કરોડો હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચે છે. જે પછી લોકસભામાં ભારે હોબાળો થઈ ગયો હતો. રાહુલ ગાંધીએ શાસક પક્ષને કહ્યું કે, “જેઓ પોતાને હિન્દુ કહે છે તેઓ ૨૪ કલાક હિંસા, હિંસા, હિંસા; નફરત, નફરત, નફરત; અસત્ય, અસત્ય, અસત્ય કરે છે. તેઓ હિન્દુ છે જ નહીં. જેઓ પોતાને હિન્દુ કહે છે, તેઓ દિવસ-રાત હિંસા કરે છે” ત્યારબાદ સ્વયં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુરશી પરથી ઊભા થઈને રાહુલ ગાંધીના આ નિવેદન સામે વાંધો ઉઠાવ્યો હતો. પીએમ મોદી અને અમિત શાહે રાહુલ ગાંધીને ઠપકો આપ્યો અને માફી માંગવા કહ્યું હતું.
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, “આપણા તમામ મહાપુરુષોએ અહિંસા અને ડર દૂર કરવાની વાત કરી છે પરંતુ, જેઓ પોતાને હિંદુ કહે છે તેઓ માત્ર હિંસા, નફરત, અસત્યની જ વાત કરે છેપ તમે હિન્દુ છો જ નહીં”
બાદમાં લોકસભામાં હોબાળો થતાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, તેમણે પીએમ મોદી, ભાજપ અને ઇજીજીને નફરતપૂર્ણ અને હિંસક કહ્યા છે, સમગ્ર હિન્દુ સમાજને નહીં. રાહુલના નિવેદન પર વાંધો વ્યક્ત કરતા વડાપ્રધાન મોદીએ એટલું જ કહ્યું હતું કે, ‘સમગ્ર હિન્દુ સમુદાયને હિંસક કહેવો ખૂબ જ ગંભીર બાબત છે. લોકશાહી અને બંધારણે મને શીખવ્યું છે કે મારે વિપક્ષના નેતાને ગંભીરતાથી લેવા જાેઈએ.’ ત્યારે રાહુલ ગાંધીએ કહેવાનું શરૂ કર્યું કે, ‘નરેન્દ્ર મોદી આખો હિન્દુ સમાજ નથી. ઇજીજી એ સમગ્ર હિન્દુ સમાજ નથી.’