સિટી ટુડે) અમદાવાદ,તા.૦૧
બયતુલ માલ ટ્રસ્ટ, વિરમગામ દ્વારા તા.૩૦/૬/૨૦૨૪ ને રવિવાર ના રોજ અલાઉદ્દીન શાહ ચિશ્તી દરગાહ , વિરમગામ ખાતે ગ્યાસુદ્દીન શેખ સિનિયર પૂર્વ ધારાસભ્ય, દરિયાપુર, અમદાવાદના અધ્યક્ષ સ્થાને ઇનામવિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત કુરાનેપાકની તિલાવતથી કરવામાં આવી હતી.ત્યાર બાદ આવેલ મહેમાનોનું સ્વાગત પુષ્પગુચ્છ વડે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે મહોતરમા ગઝાલા ઘાંચી, રાજ્ય કર અધિકારી, ગુજરાત સરકાર, અમદાવાદ , રફીક કોઠારીયા પ્રિન્સિપાલ, રિપબ્લિક હાઈસ્કૂલ, અને મુફતી મોહમ્મદ ઝુબેર મીર,પ્રિન્સિપાલ, મદ્રસા-એ -ગૌસિયા, મિરઝાપુર ,અમદાવાદ ઉપસ્થિત રહ્યા હતા.
મહેમાનોએ ખાસ કરીને કારકિર્દી વિકાસ માં ઉપયોગી થાય તેવાં મનનીય પ્રવચન કરેલ. ગ્યાસુદ્દીન શેખ સિનિયર પૂર્વ ધારાસભ્ય દ્વારા અપાયેલ પોતાના અધ્યક્ષ અપાયેલ પ્રવચનમાં આજના સમારંભમાં જે વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીઓએ ઇનામ પ્રાપ્ત કરેલ તેમને તથા સહુ વાલીઓને અભિનંદન આપેલ. સાથે સાથે આ ટ્રસ્ટ ના ટ્રસ્ટીઓ તથા આયોજકો દ્વારા આવા સુંદર કાર્યક્રમનું આયોજન કરી અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા તે બદલ તેમને પણ અભિનંદન આપેલ. તેમને જણાવેલ કે પ્રવર્તમાન સંજાેગોમાં સમાજની દરેક વ્યક્તિએ સમાજના ઉત્કર્ષ માટે કાર્ય કરવું જાેઈએ. આ રીતે દરેક વ્યક્તિ સમાજને જગાવવાનું કાર્ય કરે છે. આ દિશામાં અહીં વિરમગામમાં જે કોશિશ કરવામાં આવી તે ખરેખર આવકારદાયક છે. મુસ્લિમ સમાજની દીકરીઓએ શિક્ષણની મેળવવા જે હરણફાળ ભરી છે તે સમાજના વાલીઓ તથા આગેવાનો એ શિક્ષણની દિશામાં કરેલ પ્રયત્નો ની પારાશીસી છે. આજના કાર્યક્રમના મુખ્ય મહેમાન સુશ્રી ગઝાલા ઘાંચીનું સવિશેષ ઉદાહરણ આપીને પોતાના પ્રેરણાદાયક પ્રવચનમાં તેમણે તેણીના નામનો ઉલ્લેખ કરી આ બહેનના બુલંદ ઈરાદાઓ અને રાજ્યમાં મુસ્લિમ સમાજની દીકરીએ હાંસલ કરેલ સિદ્ધિ વિશે ઉલ્લેખ કરેલ હતો. તેમણે જણાવ્યું હતું કે તેમનાથી વધારે મોટીવેશન આપણા સમાજ માટે કયું હોઈ શકે? કાર્યક્રમમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીઓને પોતાના સ્વપ્ન મોટા રાખવાની શિખ આપતા જણાવેલ કે તેમણે પોતે પણ પોતાની શરૂઆતની રાજકીય કારકિર્દીમાં ખૂબ નીચેથી કાર્ય શરૂ કરેલ હતું. તેમણે વ્યંગાત્મક શૈલીમાં જણાવ્યું કે, એ વખતે તેઓ જ્યારે પક્ષના વરિષ્ઠ કાર્યકરો ને હાર પહેરાવવા જતા હતા ત્યારે સાથી કાર્યકરોને પૂછતાં કે, આપણને લોકો ક્યારે હાર પહેરાવશે? પરંતુ તેઓ પોતે રાજકીય ફલક પર આગળ વધવા સતત સપના જાેતા હતા અને ફક્ત ધોરણ ૧૨ સુધીનો અભ્યાસ કર્યો હોવા છતાં રાજકીય કારકિર્દીમાં આ તબક્કે પહોંચ્યા છે. આપણે પ્રગતિ માટે આપણે સિસ્ટમમાં ભાગીદાર થવું જરૂરી છે ચાહે તે વહીવટી પાંખ હોય કે રાજકીય. તમામ ક્ષેત્રમાં પ્રગતિ માટે દિન અને દુનિયા વચ્ચે બેલેન્સ જરૂરી છે. તેમણે સમાજના ઉત્કર્ષ માટે જ્યાં પણ પોતાની જરૂર હોય ત્યાં સમાજની પડખે ઉભો રહેવા માટેની તત્પરતા બતાવી હતી. તેમણે વિરમગામના પનોતા પુત્ર મુસ્તફા ખેડુવોરા દ્વારા વિરમગામ ઉપરાંત દ્વારા રાજ્ય સ્તરે લઘુમતી સમુદાય માટે કરવામાં આવતા પ્રયાસોની સરાહના કરી હતી.
પ્રિન્સિપાલ રફીક કોઠારીયા એ વાલીઓને તથા સમાજના યુવાનોને સંબોધતા સમારંભના અધ્યક્ષ ગ્યાસુદ્દીન શેખના મુસ્લિમ સમાજ માટેના યોગદાનને બિરદાવ્યું હતું અને શિક્ષણનું મહત્વ સમજાવી જણાવ્યું હતું કે ખરા ખોટાની સમજ ન હોય તે ઇન્સાન નથી. જિંદગીના વિવિધ તબક્કાઓમાં જ્યારે પ્રશ્નો આપણને ગૂંચવી નાખે ત્યારે તેના માટે શિક્ષણ કામ લાગે. તેમણે સમાજમાં ઈર્ષાખોર લોકોની ટિપ્પણીઓથી ક્યારે પણ નહીં મૂંઝાવા તથા કોઈપણ પ્રકારની નકારાત્મક ટિપ્પણીઓથી ગભરાયા વગર પોતાના ઉદ્દેશ્ય સુધી પહોંચવા મહેનત કરવા વિદ્યાર્થીઓ અને ઉપસ્થિત સૌને હાકલ કરી હતી. તેમણે વાલીપણાનું મહત્વ સમજાવી સંતાનો ઉપર નિયંત્રણ રાખવા તથા સહુને મોબાઇલના ઉપયોગ અંગે સતર્ક રહેવા સલાહ આપી હતી.વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નો અભ્યાસ કાર્ય માટે ઉપયોગ કરવો જાેઈએ પરંતુ તેના ન્યુસન્સ સામે પણ સતર્ક રહેવું જાેઈએ. મેટાનો અભ્યાસમાં ઉપયોગ કરી આવડત લાવો પરંતુ તેનું કોપી પેસ્ટ ક્યારે પણ ન કરતા તેમ જણાવી તેના ઉચિત ઉપયોગ થકી જ બહેન ગઝાલા બેન જેવી સિદ્ધિ હાંસલ કરી શકાય.
મુફતી મોહમ્મદ ઝુબેર દ્વારા ઇસ્લામની રોશનીમાં કેળવણીનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે પયગમ્બર સાહેબના કથનો અને પવિત્ર કુરાનની આયાતો ટાંકીને શિક્ષણનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે ઉપસ્થિત સહુને લઘુતા ગ્રંથિ છોડીને આગળ વધવા અનુરોધ કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે તાલીમ વગરની વ્યક્તિ પાંખ વગરના પક્ષી જેવી છે અને કોઈપણ તેનો શિકાર આસાનીથી કરી શકે છે. ધાર્મિક શિક્ષણમાં પાયાનું જ્ઞાન જરૂરી હોય તે શીખવવા ઉપસ્થિત વાલીઓને સલાહ આપી હતી. સાથે સાથે લાયકાત વગરની વ્યક્તિ જ્યારે જ્ઞાન પીરસે તો તેના ભયસ્થાનો સામે પણ સાવધ રહેવા સહુને શિખામણ આપી હતી. સુશ્રી ગઝાલા ઘાંચી દ્વારા કાર્યક્રમમાં ઇનામ વિતરણમાં દીકરીઓ મેદાન મારી ગઈ તે અંગે ખુશી વ્યક્ત કરી હતી અને દીકરાઓને પણ આ અંગે સ્પર્ધામાં આવવા અનુરોધ કર્યો હતો. સાથે સાથે ઓડિયન્સમાં મહિલાઓની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ માટે આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે ઇનામ મેળવેલ તમામ વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓને હાકલ કરી હતી કે તમારા અંતરના અવાજને સાંભળો, સેલ્ફ એનાલિસિસ કરો. સમાજમાંથી નિષ્ફળતા સંબંધે ઘણી બધી ટિપ્પણીઓ આવશે પરંતુ સમાજમાંથી આવતા આવા નકારાત્મક અવાજ સામે લડો અને સપના પૂરા કરો. તે પ્રત્યે ધ્યાન નહીં આપતા લક્ષ તરફ સતત આગળ વધતા રહો. વાલીઓને અનુરોધ કરેલ કે, તમારા સંતાનોને સપના જાેવાની પરવાનગી આપો. તમારા સંતાનોમાં કાબિલિયત છે પણ કોતેમને તમારા સહારાની જરૂર છે. વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીઓને તેમણે જણાવેલ કે તેમણે પણ મા બાપે તેમનામાં મુકેલ ભરોસાને સિદ્ધ કરવો પડશે.તેણીએ પોતાનું ઉદાહરણ આપી અને તેના માતા પિતા દ્વારા કઈ રીતે પ્રોત્સાહિત કરવામાં આવી તે અંગે વાત કરી હતી. રોજ કયું કાર્ય કરવું તે નિશ્ચિત કરી અને લક્ષ તરફ લઈ જતા કાર્યને અગ્રતા આપવા તમામને અનુરોધ કર્યો હતો. ધોરણ ૧૨ પછીના અભ્યાસથી લઈને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરવા ની સફર માં જે જે અનુભવો થયા તેની વિગતો ઉપસ્થિત સૌની સાથે શેર કરેલ અને જણાવ્યું હતું કે, સફળતા માટે આયોજન કરી મહેનત કરો. અભ્યાસનું મહત્વ સમજાવી તેણીએ જણાવેલ કે, જીપીએસસીના વર્ગ-૨ ના અધિકારી તરીકે પસંદગી પામ્યા પછી તરત જ વર્ગ-૧ માં મદદનીશ કમિશનર તરીકે પસંદગી પામેલ. ત્યાર બાદ યુપીએસસી માં ૮૨૫ મી રેન્ક પાસ કર્યા પછી પણ હજુ તેણી વિદ્યાર્થીની છે અને પોતાના ધ્યેય માટે સતત મહેનત કરે છે. કારકિર્દીની પસંદગીમાં પોતાના અનુભવો શેર કરીને વિદ્યાર્થી /સંતાનોને યોગ્ય કાળજી ની પસંદગીમાં સહાયભૂત કરવા માટે અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત શ્રી મુસ્તુફા ખેડૂવોરાએ બયતુલમાલ ટ્રસ્ટની સફરનું વર્ણન કરી અને વિરમગામમાં ટ્રસ્ટીઓ દ્વારા થયેલ પ્રવૃત્તિને બિરદાવી હતી. આ સંસ્થા દ્વારા સૌપ્રથમ વિરમગામમાં શરૂ થયેલ તાલીમ વર્ગમાંથી અનેક તાલીમાર્થીઓ સરકારી સેવામાં જાેડાયા છે. સને ૨૦૨૧ પછી સંસ્થા દ્વારા ચલાવાતી ઈસ્પીતાલનું કામકાજ થોડું મોળું પડ્યું હોય આ માટે સૌને સહકાર આપવા વિનંતી કરી હતી. તેમણે નિવૃત્તિ બાદ મહત્તમ દિવસ વિરમગામમાં રહેવાની જાહેરાત કરી વતનમાં સેવા માટે ઉપલબ્ધ રહી સરકારી સેવાને કારકિર્દી બનાવવા રસ ધરાવતા વિદ્યાર્થી/ વિદ્યાર્થીનીઓને માર્ગદર્શન આપી સહાયભૂત થવા ખાતરી આપી હતી. સાથે સાથે અન્ય ક્ષેત્રોમાં કારકિર્દી માર્ગદર્શન માટે પણ તેમનો સંપર્ક કરવા જણાવ્યું હતું. તેમણે સુફી સંતો અને ઇસ્લામની મહાન પ્રતિભાઓનાં જીવનમાંથી પ્રેરણા લઈ સમાજને તથા દેશ માટે સતત યોગદાન આપવા અનુરોધ કર્યો હતો . સમાજના વર્ષ ૨૦૨૪ દરમ્યાન ધોરણ ૧૦ના ૫૧, ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના ૮ અને ધોરણ ૧૨ આર્ટસ કોમર્સ ના ૩૩ એમ મળીને કુલ ૯૨ વિદ્યાર્થીઓને સન્માન પત્ર , રોકડ પુરસ્કાર, બેગ, ટ્રોફી આપી સન્માનિત કર્યા હતા. આજના કાર્યક્રમમાં સંસ્થાના માર્ગદર્શક અને વિરમગામ માટે ગૌરવ એવા સમાસેવી મુસ્તુફાભાઈ ખેડૂવોરા નિવૃત્ત અગ્ર રહસ્ય સચિવ , ગુજરાત સરકાર, ગાંધીનગરનું તેમની વિશેષ ઉપસ્થિતિ /સેવાકીય કામો માટે સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમનું સુંદર સ્ટેજ સંચાલન ઝાહિદ ભાઈ મેમણ દ્વારા કરવામાં આવ્યું હતું. સમાજના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીની આ કાર્યક્રમ નિહાળી ખુશ જાેવા મળ્યા હતા.છેલ્લે સુધી બેસી રહી કાર્યક્રમ સહુએ નિહાળ્યો હતો. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓના સન્માન દરમિયાન ઉપસ્થિત તમામ લોકોએ તેજસ્વી છાત્રો નું સન્માન કરાતું હતું ત્યારે તાળીઓના ગડગળાટ થી વધાવીને પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમની આભાર વિધિ સંસ્થાના સેક્રેટરી ઇકબાલ બરાન દ્વારા કરી કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનો સંપૂર્ણ ખર્ચ દાતાઓ તરફથી ઉઠાવીને સ્પોન્સર કરવામાં આવ્યો હતો.કાર્યક્રમને સફળ બનાવવામાં બયતુલ માલ ટ્રસ્ટના ઇમતીયાઝુદ્દીન સૈયદ ,પ્રમુખ,બરાન ઈકબાલ હુસૈન, સેક્રેટરી ,વોરા મોહમ્મદ ઈરફાન, ખજાનચી, ટ્રસ્ટીઓ ખોખર મુસ્તાક ભાઈ, મોદન અલી મોહમ્મદ,તાઈ ઝુબેર ખલીફા યાકુબ, અછવા અલ્તાફની ટીમ અને તમામ યુવાનોએ ખૂબ જહેમત ઉઠાવી હતી. સમિતિના આમંત્રણને માન આપી બહોળી સંખ્યામાં વિરમગામના વિવિધ સમાજના આગેવાનો શિક્ષણપ્રેમીઓ, શુભેચ્છકો, વાલી મિત્રો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.