- ભાજપ કાર્યકરોએ કોંગ્રેસ ભવનને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો
- હુમલા અંગે અગાઉ જાણ કરવામાં આવી હતી છતાંય પોલીસે પગલાં લીધા નહિ
(સિટી ટુડે) અમદાવાદ,તા.૦૪
ભાજપે કોંગ્રેસ કાર્યાલય સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. કાર્યાલય માં હોર્ડિંગ્સ અને પોસ્ટરો પર કૂચડા માર્યા હતા. કાર્યાલય પર હાજર ચોકીદારની ગર્ભવતી દિકરી પર હુમલો કરવામાં આવ્યો હતો તેવો શક્તિસિંહ ગોહીલે આક્ષેપ કર્યો હતો.
વહેલી સવારે ભાજપના ગુંડાઓ દ્વારા કોંગ્રેસ કાર્યાલાય પર હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ભાજપના કાર્યકરોએ સોશિયલ મીડિયા અને વોટ્સએપ ગ્રુપમાં સાંજે 4 વાગે ફરી એકવાર કોંગ્રેસ કાર્યાલાય પર પથ્થરમારો કરવા માટે ભેગા થવા માટેના મેસેજ વાયરલ કર્યા હતા. આ મેસેજમાં કોંગ્રેસ વિરૂદ્ધ દેખાવો નહી, પરંતુ પથ્થરબાજી કરવાની હોવાનો મેસેજ વાયરલ કરવામાં આવ્યો હતો.
આ અંગે ફોન કરીને એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં મહેશભાઇ શામળભાઇ (પીએસઓ) ને જાણ કરવામાં આવી હતી કે, ભાજપ ના કાર્યકરો 4 વાગે ફરી કોંગ્રેસ કાર્યાલય પર હુમલો કરવાના છે. આ તમારા વિસ્તારમાં આવે છે તો તમારે કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેનું ધ્યાન રાખવાનું છે. કોંગ્રેસ કાર્યાલય પુરતો બંદોબસ્ત ગોઠવવામાં આવે. પૂર્વ ધારાસભ્ય હિંમતભાઇ પટેલે અને વિધાનસભા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ પણ પોલીસને જાણ કરી હતી.