(સિટી ટુડે) અમદાવાદ, તા.૬
લોકસભા વિપક્ષ નેતાશ્રી રાહુલ ગાંધીએ કાર્યકરોને સંબોધન કરતા જણાવ્યું હતું કે, ‘કોંગ્રેસની ઓફિસ તોડી તે રીતે અમે તેમની સરકાર તોડીશું’ ભાજપને અમે નફરતથી નહીં પ્રેમથી હરાવીશું. ભાજપનો તમારો ફુગ્ગો ફૂટી ગયો છે. અમે ૨૦૧૭માં પણ દમખમથી ચૂંટણી લડ્યા હતા અને આગળ પણ લડીશું. શ્રી પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસના તમામ દિગ્ગજાે કોંગ્રેસના દરેક કાર્યકરની સાથે છે. ગુજરાતમાંથી ભાજપને ઉખાડી ફેંકવાની તૈયારી કરી લેવામાં આવી છે. ભાજપે ભગવાનશ રામ નામ પર માત્ર રાજકારણ કર્યું છે, ભાજપ દ્વારા અયોધ્યામાં નાગરિકો સાથે મોટો અન્યાય કર્યો હતો. અયોધ્યા ઈન્ટરનેશનલ એરપોર્ટ માટે ખેડૂતોની જમીન લેવામાં આવી છે. પરંતુ ખેડૂતોને આજ સુધી વળતર મળ્યું નથી. અયોધ્યાની જનતામાં ભારે આક્રોસ છે. ભગવાનશ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં અયોધ્યાનું કોઇ ન હતું. ભગવાનશ્રી રામ મંદિરના ઉદઘાટન સમારોહમાં કોઇ ગરીબ જાેવા મળ્યું નહી. વિકાસના નામે જેમના ઘર અને દુકાનો તોડવામાં આવી તેમને આજ દિન સુધી વળતર મળ્યું નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યાથી ચુંટણી લડવા માંગતા હતા તેના માટે ત્રણ વખત સર્વે કરાવવામાં આવ્યો હતો પરંતુ આ સર્વે નેગેટિવ આવતાં તેઓ વારાણસી ચૂંટણી લડ્યા અને ત્યાંથી માંડમાંડ જીત્યા. જાે નરેન્દ્ર મોદીની અયોધ્યામાંથી ચૂંટણી લડ્યાં હોત તો તેમની ચોક્કસ હાર થાત. તેમણે ફરી એકવાર ગુજરાતમાં ભાજપને હરાવવા પર ભાર મૂકતાં કહ્યું કે કોંગ્રેસના કાર્યકરો બબ્બર શેર છે અને તેઓ ચોક્કસ આ વખતે ગુજરાતમાં ભાજપને હરાવશે.
રાહુલ ગાંધીએ જણાવ્યુંકે, દેશમાં આઝાદીની લડાઈની શરૂઆત ગુજરાતથી જ થઈ હતી. કોંગ્રેસ પાર્ટીનો સૌથી મોટા નેતા પૂજ્ય મહાત્મા ગાંધી જેઓએ અમને માર્ગદર્શન આપ્યું હતું અને સમગ્ર દેશને પણ માર્ગદર્શીત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ‘ડરો નહી ડરાવો નહી’. કોંગ્રેસ પાર્ટીના આ વિચાર ગુજરાતથી આવ્યા છે. ભાજપ દ્વારા કોંગ્રેસની ઓફિસ પર હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે આપણે ડરવાની જરૂર નથી તેમના પડકારને આપણે સાથે મળીને ગુજરાતમાં ભાજપને હરાવીશું. હવે કોંગ્રેસ અયોધ્યાની જેમ ગુજરાતમાં પણ નરેન્દ્ર મોદી અને ભાજપને હરાવશે. તેમણે અમારી ઓફિસ તોડી એ રીતે જ અમે તેમની સરકાર તોડીશું. ગુજરાતમાં એ લોકોને હરાવીને જ ઝંપીશું. ‘ગુજરાતથી જ નવી કોંગ્રેસની શરૂઆત થશે અને અમે અહીં જીતીશું. ગુજરાતની જનતા ડર્યા વિના લડશે તો અમે જીતી જઈશું. ભાજપના એકપણ નેતા શ્રી નરેન્દ્ર મોદીને ઈચ્છતા નથી જાે કે ભાજપના નેતાઓ મોદીજીથી ડરે છે, ભાજપના કાર્યકર્તાઓ કે આર.એસ.એસ.ના નેતાઓમાં મોદીનો વિરોધ કરવાની હિંમત નથી. તેઓ મોદીજીથી ડરે છે. અંગ્રેજાેને પણ કોંગ્રેસ પક્ષે કહ્યું હતું કે, અમે ડરતા નથી ભાજપે તો અંગ્રેજાેને કહ્યું હતું કે અમે ડરી ગયા.
ગુજરાત કોંગ્રેસમાં કેટલીક કમીઓ રહેલી છે.
આખો દેશ બાયોલોજીકલ છે જ્યારે મોદી નોનબાયોલોજીકલ છે. જાે મોદીનું સીધુ કનેક્શન ભગવાન સાથે હોય તો અયોધ્યા કેમ હારી ગયા. ખેડૂતો, શ્રમિકો, વર્કરોના દર્દ સમજી શકતા નથી.
રાજીવ ગાંધી ભવન ખાતે સવારથી જ સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ, આગેવાનો, પદાધિકારીઓ મોટી સંખ્યામાં જનનાયક અને લોકસભા વિરોધપક્ષના નેતાશ્રી રાહુલ ગાંધીજીને સાંભળવા અને માર્ગદર્શન મેળવવા ઉમટી પડ્યાં હતાં.પૂજ્ય મહાત્મા ગાંધી અને સરદાર સાહેબની પાવન ભૂમિ પર કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રિય નેતા, જનનાયક અને લોકસભા વિરોધપક્ષના નેતાશ્રી રાહુલ ગાંધીજીના કાર્યક્રમનું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સ્વાગત પ્રવચન કર્યું હતું. કાર્યક્રમમાં ગુજરાત સંગઠન પ્રભારી અને સાંસદ મુકુલ વાસનીક, ગુજરાત વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતા અમિત ચાવડા, વિધાનસભા કોંગ્રેસપક્ષના ઉપનેતા શૈલેષ પરમાર, સાંસદ સભ્ય ગેનીબેન ઠાકોર, ધારાસભ્ય ઈમરાન ખેડાવાડા, પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ સાંસદ ડૉ. અમીબેન યાજ્ઞિક, સેવાદળ, મહિલા કોંગ્રેસ, એન.એસ.યુ.આઈ., યુથ કોંગ્રેસના ચેરમેન, વરિષ્ઠ આગેવાન ઉપરાંત મોટી સંખ્યા માં કાર્યકર્તા ઉમટી પડ્યા હતાં.