હરસમયે તમારા પડખે રહીશ :રાહુલ
(સિટી ટુડે) અમદાવાદ, શનિવાર
રાહુલ ગાંધીએ કોંગ્રેસ કાર્યકારોને સંબોધન કર્યા બાદ અટકાયત થયેલા કોંગ્રેસ આગેવાનોના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી અને એમને જણાવ્યું હતું કે, સમગ્ર કોંગ્રેસ પરિવાર આપની સાથે છે. શ્રી રાહુલ ગાંધીએ રાજકોટ ટી.આર.પી. ગેમીંગ ઝોન કાંડ, મોરબી બ્રીજ કાંડ, વડોદરા હરણી બોટ કાંડ, સુરત તક્ષશીલા ફાયરકાંડ સહિતના જુદા જુદા ભાજપના ભ્રષ્ટાચારના કારણે જીવ ગુમાવનાર મૃતકોના પરિવારજનો સાથે મુલાકાત કરી સાંત્વના પાઠવી હતી તેમજ પરિવારજનોને ન્યાય ન મળે ત્યાં સુધી કોંગ્રેસ પક્ષ તેમનો અવાજ ઉઠાવતી રહેશે તેવી ખાતરી પૂર્વક કહ્યું હતું.
રાહુલ ગાંધી કોંગ્રેસના પાંચ કાર્યકર્તાને મળવા વાસણા પોલીસ સ્ટેશન જવાના હતાં પણ અમદાવાદ પોલીસ સવારે ઉઘડતી કોર્ટે કાૅંગી કાર્યકરોને લઈને અદાલતમાં પહોંચી ગઈ હતી. પોલીસે વધુ રિમાન્ડ નહીં માગતા અદાલતે તમામ આરોપીઓને જેલમાં મોકલી આપવા હુકમ કર્યો.
કાૅંગી કાર્યકરોને અમદાવાદ સેન્ટ્રલ જેલ માં મોકલી દેવાતા આખોય કાર્યક્રમ રદ કરાયો હતો. આખરે પાંચ કાર્યકર્તા ના પરિવારજનો
રાહુલ ગાંધી ને કોંગ્રેસ ભવન મળ્યા હતા જ્યાં પોલીસની એકતરફી કાર્યવાહીની રજૂઆત કરાઈ હતી જેથી રાહુલ ગાંધી એ તમામ કાનૂની સહાય આપવા ખાતરી આપી હતી.