૧૪૭મી રથયાત્રા પ્રસંગે સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરના મંહત દિલીપદાસજી મહારાજનું શાલ અને ગુલાબના ફૂલોનો હાર અર્પણ કરી ઉષ્મા ભર્યું સ્વાગત કરતા પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ
(સિટી ટુડે) અમદાવાદ,તા.૦૭
શાહપુર વિસ્તારમાંથી રથયાત્રા પસાર થઈ તે દરમ્યાન છેલ્લા ૩૬ વર્ષની પરંપરાને નિભાવી પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ દ્વારા મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ તથા રથયાત્રિકોને મોમેન્ટો અર્પણ કરી શાલ ઓઢાઢી – ફુલહાર સાથે શાંતિના દૂત કબૂતરો ઉડાડી શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. આજના શુભ પ્રસંગે પોલીસ કમિશનર તેમજ તમામ પોલીસ અધિકારીઓએ પણ ગ્યાસુદ્દીન શેખ તેમજ તમામ મુસ્લિમ બિરાદરોનો આભાર વ્યક્ત કર્યો હતો.
દરિયાપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે ત્રણેય રથ તેમજ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજનું ફુલહારથી સ્વાગત કર્યુ હતું તેમજ શાંતિના દૂતો કબૂતરોને ઉડાડીને કોમી એખલાસનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડયુ હતું. ઉપરોકત સમયે સામાજિક આગેવાન જુનેદ શેખ, સઈદ શેખ, યુસુફ માટીન, પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિર મોનાબેન પ્રજાપતિ, રમેશ રાઠોડ, પ્રકાશ વાણિયા, માજીદ ઠાકોર, આસીફ અન્ના, બ્રીજેશ શર્મા, ભૂરાબાપુ, ઈશાક બોર્ડર, ભૂપેશ પ્રજાપતિ રમેશ રાઠોડ સાબીર મિર્ઝા સાબીર દુધેશ્વર, મૈયુ અજમેરી, અરસલાન શેખ, લિયાકત, ફહીમ અજમેરી પ્રવીણ વાણીયા રાજુ સોલંકી સમદભાઈ સલીમ શેખ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો અને મુસ્લિમ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.