નવી દિલ્હ, તા.૯
ઈન્ડિયન મેડિકલ સોસાયટીના અધ્યક્ષ ડૉ.આરવી અશોકને જાહેરમાં માફી માંગી છે. અશોકને એક કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી પર નિવેદન આપ્યું હતું.
આ કેસમાં આઇએમએ પણ પક્ષકાર હતી. હવે અશોકને પોતાની ટિપ્પણી બદલ માફી માંગી છે. આઇએમએ પ્રમુખ આરવી અશોકને પતંજલિ આયુર્વેદ કેસમાં એક ઈન્ટરવ્યુ દરમિયાન સુપ્રીમ કોર્ટ વિશે ગંભીર ટિપ્પણી કરી હતી.
સંગઠન દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આઇએમએના રાષ્ટ્રીય અધ્યક્ષ આર.વી. અશોકને સુપ્રીમ કોર્ટની એક ટિપ્પણી અંગે પત્રકારોને આપેલા પોતાના નિવેદન પર ખેદ વ્યક્ત કર્યો છે. આ દરમિયાન પતંજલિ આયુર્વેદની જાહેરાતોના મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી.
સુપ્રીમ કોર્ટે આઇએમએને તેની સંસ્થા પર ધ્યાન આપવા પણ કહ્યું હતું. ઈન્ડિયન મેડિકલ એસોસિએશને જણાવ્યું કે આઇએમએના પ્રમુખ ડૉ આરવી અશોકને આઇએમએની વેબસાઈટ પર સુપ્રીમ કોર્ટ વિરુદ્ધ ટિપ્પણી કરવા બદલ માફી પત્ર પ્રકાશિત કર્યો છે.