- રાજકોટ અગ્નિકાંડ, હરણી બોટ દુર્ઘટના, તક્ષશિલા અગ્નિકાંડ, ઉના દલિતકાંડ, મોરબી પુલ દુર્ઘટના પીડિતો માટે કોંગ્રેસ મેદાને
- મોરબીથી ન્યાયયાત્રા શરૂ થશે, ટંકારા, રાજકોટ, વિરમગામ,અમદાવાદ, વાયા વડોદરા થઇને યાત્રા સુરત પહોંચશે
(સિટી ટુડે) અમદાવાદ, તા.૧૩
ગુજરાતમાં લોકસભા ચૂંટણી પહેલા આદિવાસી વિસ્તારોમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં ન્યાય યાત્રાનું આયોજન કર્યા પછી કોંગ્રેસ ફરી એક વખત રાજ્યમાં ન્યાય યાત્રાનું આયોજન કરવા જઈ રહી છે. જોકે, આ વખતે આ ન્યાય યાત્રા રાજકોટમાં ્ઇઁ ગેમઝોન દુર્ઘટના પીડિતોને ન્યાય અપાવવા માટે યોજવામાં આવશે.
તાજેતરમાં અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય પર થયેલા પથ્થરમારા બાદ રાહુલ ગાંધીએ અમદાવાદની મુલાકાત લીધી હતી અને પોતાના આ પડકારનો પુનરોચ્ચાર કર્યો હતો. આ સાથે અમદાવાદમાં રાહુલ ગાંધીએ પક્ષના કાર્યકરોને પણ દૃઢતાથી આગળ વધવા પ્રેરણા આપી હતી. અમદાવાદમાં રાહુલ ગાંધીએ રાજકોટ ્ઇઁ ગેમઝોન દુર્ઘટનાના પીડિતોના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી અને તેમને ન્યાય અપાવવાની ખાતરી આપી હતી.
આ દિશામાં આગળ વધતા રાહુલ ગાંધી ફરી એક વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ વખતે તેઓ ૧ ઑગસ્ટથી ૧૫ ઑગસ્ટ દરમિયાન રાજકોટ અગ્નિકાંડ, હરણી બોટકાંડ, મોરબી પુલકાંડ, તક્ષશિલા અગ્નિકાંડ અને ઉના દલિત કાંડ દુર્ઘટનાના પીડિતોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રા કાઢવામાં આવશે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં આ ન્યાયયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
મોરબીથી ન્યાયયાત્રાની શરૂઆત કરવામાં આવશે ત્યારબાદ ટંકારા, રાજકોટ, વિરમગામ, સાણંદ થઈને ૧૫મી ઓગસ્ટે અમદાવાદ પહોંચશે અને ત્યાં ધ્વજવંદનનો કાર્યક્રમ થશે. ત્યારબાદ વાયા વડોદરા થઇને ન્યાયયાત્રા સુરત પહોંચશે. આ દરમિયાન રાહુલ ગાંધી ગુજરાતમાં બનેલી વિવિધ દુર્ઘટનાઓમાં ભોગ બનેલા પીડિતોના પરિવારજનો સાથે મુલાકાત કરશે અને ફાસ્ટ ટ્રેકમાં કેસ ચલાવવામાં આવે તેવી માંગ પણ કરવામાં વશે.
ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે રાજકોટ અગ્નિકાંડ, હરણી બોટ દુર્ઘટના, તક્ષશિલા અગ્નિકાંડ, ઉના દલિતકાંડ, મોરબી પુલ દુર્ઘટના પીડિતોને ન્યાય અપાવવા માટે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.