સુરત, તા.૧૬
સુરતમાં આજે એક સાથે ૧૮ આરોપી વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. જાહેરમાં હુલ્લડ કરનાર, ખૂન, ખૂનની કોશિશ, લૂંટ, મોબાઈલ ચોરી, વગેરે પ્રવૃત્તિ કરતા ૧૮ આરોપી વિરુદ્ધ પોલીસ કમિશનરે એક જ દિવસમાં પાસા હેઠળ કાર્યવાહી કરી રાજ્યની અલગ અલગ જેલોમાં મોકલી આપ્યા છે.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતએ આગામી મોહરમ-તાજીયાના તહેવાર દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, કોઈ અનિચ્છનીય બનાવ ના બને અને મોહરમ તાજીયા સુચારુ રૂપે પૂર્ણ થાય તે માટે શહેરમાં જાહેરમાં હુલ્લડ કરનાર, ખૂન, ખૂનની કોશિશ, લૂંટ, મોબાઈલ ચોરી, વાહનચોરી, મારામારી, પ્રોહીબીશનની પ્રવૃત્તિ કરતા કુલ ૧૮ આરોપીને એક જ દિવસમાં પાસા હેઠળ અટકાયતમાં લેવાના હુકમો કરી રાજ્યનો અલગ અલગ જેલોમાં મોકલી આપ્યા છે. તેમજ આગામી સમયમાં પણ આવા શખસ વિરુદ્ધ આવી જ રીતે પાસા હેઠળની કાર્યવાહી કરવામાં આવનાર છે.