સુરત, તા.૨૬
સુરતના સામાન્ય લોકોને લોભામણી લાલચો આપી અલગ-અલગ બેંકમાં નવા બેંક એકાઉન્ટો ખોલાવી તેનો દૂરુપયોગ કરવાની ઠગાઈનો ભાંડો ફૂટ્યો છે.
સામાન્ય લોકોની ઓળખના પુરાવા લઈને આ ભેજાબાજાે બેંક એકાઉન્ટની ઇન્સ્ટન્ટ કિટ તથા સીમકાર્ડ મેળવીને દુબઇ ખાતે મોકલાવી દેતા હતા.
આ સીમકાર્ડ અને બેંકના કાર્ડ અને ચેકબુકનો દુબઇ ખાતેથી ઇન્ટરનેટના માધ્યમ દ્વારા દેશના જુદા જુદા ભાગોમાં સાયબર ક્રાઇમ આચરવામાં આવતા હતા. હાલ કુલ ૬ આરોપીઓની સુરત શહેર સાયબર ક્રાઇમ સેલ પોલીસે ધરપકડ કરી છે.
ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી ભાવેશ રોજિયાએ કહ્યું કે, સાયબર ક્રાઇમ ફ્રોડમાં અલગ અલગ કેસ નોંધાતા હોય છે. પરંતુ તમામમાં એક જ મોડસ ઓપરેન્ડી હોય છે કે, આખરે તમામ રૂપિયા અલગ અલગ બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવતા હોય છે. આ બેન્ક એકાઉન્ટ કેનેરા બેન્ક સરથાણા ખાતેથી પકડવામાં આવ્યા છે. પકડાયેલા આરોપીઓમા રાજ રૈયાણી, વિજય, મહેશ ભડીયાદરા, ચંદ્રેશ કાકડિયા, હાર્દિક દેસાઈ અને ચેન્નાઈના આરોપીનો સમાવેશ થાય છે. આ લોકો પાસેથી વસ્તુઓમાં એક ટેબલેટ મળ્યું છે. અલગ અલગ બેંકોના ૧૯ ડેબિટ કાર્ડ પણ મળ્યા છે. તેમની પાસેથી ૭૮ સીમકાર્ડ પણ મળ્યા છે.આ અલગ અલગ એકાઉન્ટમાં અલગ અલગ માધ્યમો દ્વારા ભારત બહાર તમામ બેન્ક એકાઉન્ટ વેચી મારતા હતા. સાથે પ્રી એક્ટિવેટ સીમ કઢાવી દેતા હોય છે, તેની સાથે એકાઉન્ટ લિંક કરાવી દેતા હોય છે. બાદમાં ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ વગેરે બહારના રાજ્યમાં અને ,બહારના દેશમાં ઓપરેટ કરવામાં આવતા હોય છે. છ માણસો પકડવામાં આવ્યા છે. હાલ અલગ અલગ ૧૭ જણાના નામ આ તપાસ દરમિયાન ખુલ્યા છે.
આરોપીઓને ટ્રાન્જેક્શન પર કમિશન પણ આપવામાં આવતું હતું. એક મહિનામાં જે ટ્રાન્ઝેક્શન થાય તેના ઉપર કમિશન લેવામાં આવતુ હતું.
૧.૫ લાખ સુધી આરોપીઓ લેતા હતા. હાલ તેમના રિમાન્ડ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
અલગ અલગ આરોપીઓ અલગ અલગ સમયથી કામ કરતા હતા. કોઈ બે વર્ષથી તો કોઈ છ મહિનાથી આ પ્રકારના ગુના આચરતા હતા. ચંદ્રેશ કાકડીયા વિરુદ્ધ છ ગુના દાખલ થયેલા છે.