(સિટી ટુડે) અમદાવાદ, તા.૨૬
દિલ્હી ખાતે આવતીકાલે નીતિ આયોગની બેઠક યોજવા જઈ રહી છે. જેમાં દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજર રહેશે. ત્યારે આ બેઠકમાં ભાગ લેવા માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ દિલ્હી જશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટલે આજે સાંજે દિલ્હી પહોંચશે. જોકે, દિલ્હી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાજપ હાઈકમાન્ડ સાથે પણ મુલાકાત કરી શકે છે. તો દિલ્હીથી પરત આવ્યા બાદ ગુજરાતના રાજકારણમાં નવાજૂની થવાના એંધાણ પણ વર્તાઈ રહ્યા છે.
દલ્હી ખાતે આવતીકાલે નીતિ આયોગના ગર્વનિંગ કાઉન્સિલની નવમી બેઠક વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાવા જઈ રહી છે. આવતીકાલે યોજાનારી બેઠકમાં દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજર રહેશે. જેથી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સાંજે દિલ્હી પહોંચશે. તો દિલ્હી ખાતે ભૂપેન્દ્ર પટેલ ભાજપના હાઈકમાન્ડ સાથે બેઠક કરી શકે છે. આપને જણાવી દઈએ કે, હાલ રાજ્યમાં ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં વિસ્તરની ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે હાઈકમાન્ડ સાથેની બેઠકમાં કોને ક્યું ખાતું સોંપવું તેને લઈને ચર્ચાઓ થઈ શકે છે.
અત્યારે એવી પણ અટકળો ચાલી રહી છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ગુજરાત પરત ફર્યા બાદ મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે. ચર્ચાઓ ચાલી રહી છે કે, ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની સરકારમાં માત્ર ૧૬ મંત્રીઓ છે, જેના કારણે અનેક મંત્રીઓ એવા છે જેની પાસે એક કરતાં વધુ મહત્વના વિભાગો છે. પરંતુ હવે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલ બે નેતાઓને મંત્રી મંડળના વિસ્તરણથી મંત્રી પદ મળી શકે છે. જેમાં પોરબંદરથી જીતેલા સિનિયર નેતા અર્જુન મોઢવાડીયા કે જેમને કેબિનેટ વિભાગમાં સ્થાન મળી શકે છે જ્યારે વિજાપુરથી જીતેલા સી.જે. ચાવડાને રાજ્યકક્ષાના મંત્રી બનાવી શકે છે.