(સિટી ટુડે) અમદાવાદ, તા.૨૬
એક અંદાજ મુજબ રાજયમાં ૨૦૦૦૦ કરતા વધુ ધામિર્ક દબાણ નો મુદ્દો હાલ ચર્ચામાં છે સુપ્રીમ કોર્ટની યાદી મુજબ રાજયના ધામિર્ક દબાણના સંચાલકોને નોટિસ આપવામાં આવી છે અને પુરાવા રજૂ કરવા તાકીદ કરવામાં આવી છે તત્રં દ્રારા મળેલી આ નોટિસના પગલે હાલ રાયમાં માહોલ ગરમાયુ છે ધામિર્ક સ્થાનોના સંચાલકો પાસે વષેર્ાથી અહીં ધામિર્ક પ્રવૃત્તિ થતી હોવાના પુરાવા લઈને તત્રં સમક્ષ પહોંચી રહ્યા છે ત્યારે આગામી સમયમાં તત્રં આ મામલે શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.
ગુજરાત રાજયમાં અનઅધિકૃત ધામિર્ક દબાણોના વિવાદ વષેર્ાથી ચાલ્યા આવે છે અને અનધિકૃત ધામિર્ક દબાણ દૂર કરવા માટે સરકાર દ્રારા સતત વહીવટી તંત્રને ટકોર કરવામાં આવી રહી છે પરંતુ આ મામલો તત્રં ધર્મ પ્રેમીઓ અને રાજકારણીઓ વચ્ચે અટવાઈ પડે છે
સુપ્રીમ કોર્ટ તથા ગુજરાત હાઇકોર્ટના વખતોવખતના આદેશ ગુજરાત સરકારના ગૃહ વિભાગના વર્ષ ૨૦૧૦ ના ઠરાવ મુજબ અનઅધિકૃત ધામિર્ક દબાણો દૂર કરવા માટે આદેશ કરાયા છે આ માટે ૨૨ જુલાઈની મુદત હતી ગૃહ વિભાગ એપ્રિલ ૨૦૨૪ ની ગાઈડલાઈન મુજબ સાત સભ્યોની કમિટીની રચના પણ કરવામાં આવી છે આ સંદર્ભે અવારનવાર બેઠકો બોલાવવામાં આવે છે રાયના મહાનગરોમાં ધામિર્ક દબાણને લઈને વારંવાર હોબાળો મચે છે.
ધામિર્ક દબાણ હટાવવા માટે થઈને ગૃહ વિભાગના આદેશનું પાલન ફરજિયાત છે આગામી સમયમાં રાજયના મહાનગરોમાં આ દબાણ હટાવવા માટે થઈને જવાબદારી સોંપાય છે. સુપ્રીમ કોર્ટના એફિડેવિટ પ્રમાણે જુના ધામિર્ક સ્થળોની કાયદેસરતા તપાસવા માટે મંદિર મસ્જિદ દરગાહ સહિતના સ્થળોના સંચાલકોની બેઠક વહીવટી તત્રં દ્રારા બોલાવવામાં આવી રહી છે આ ધામિર્ક દબાણ અને લઈને વહીવટી તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.