નવી દિલ્હી , તા.૨૭
દિલ્હીની તિહાર જેલમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં ૧૨૫ કેદીઓ એચઆઇવી પોઝીટીવ મળી આવ્યા છે. હકીકતમાં દિલ્હીની તિહાડ જેલમાં ત્રણ જેલ છે, તિહાર, રોહિણી અને મંડોલી. ત્યાથી પોઝીટીવ કેદી મળી આવ્યા છે. આ એચઆઈવી પોઝીટીવ કેદીઓ નવા નથી, તેઓ પહેલેથી જ એઈડ્સગ્રસ્ત છે. તેમજ ૨૦૦ કેદીઓમાં સિફિલિસનો રોગ જાેવા મળ્યો છે.
તિહારમાં લગભગ સાડા ૧૦ હજાર કેદીઓની મેડિકલ સ્ક્રીનિંગ કરવામાં આવી છે. જેલમાં આશરે ૧૪,૦૦૦ કેદીઓ છે. તિહાર જેલમાં સમયાંતરે કેદીઓની મેડિકલ તપાસ કરવામાં આવે છે. અને હાલમાં તિહાર જેલનો હવાલો ડીજી સતીશ ગોલચાએ સંભાળ્યો છે. અને તે બાદ મે અને જૂનમાં સાડા દસ હજાર કેદીઓનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું.
આ મેડિકલ ચેકઅપમાં ૧૦,૫૦૦ કેદીઓને એચઆઈવી ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાંથી ૧૨૫ કેદીઓ એચઆઈવી પોઝીટીવ હોવાનું જાણવા મળ્યું છે. જાે કે, અત્રે એક વાત ખાસ નોંધનીય એ છે કે, આ કેદીઓને હાલમાં એઇડ્સ નથી થયો, પરંતુ અલગ-અલગ સમયે જ્યારે કેદીઓ બહારથી જેલમાં લાવવામાં આવ્યા ત્યારે તેમના મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને ત્યારે તેઓ એચઆઇવી પોઝીટીવ હતા.
કેદીઓને જ્યારે જેલમાં લાવવામાં આવ્યા તે પહેલા મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યો હતો. ત્યારથી તે એઇડ્સનો શિકાર હતા. હવે ફરી જ્યારે કેદીઓનું ચેકઅપ કરવામાં આવ્યું ત્યારે ૧૨૫ કેદીઓ જ એઈડ્સનો શિકાર હતા. આ સિવાય સાડા દસ હજાર કેદીઓમાંથી ૨૦૦ કેદીઓ સિફિલિસથી પીડિત હોવાનું જાણવા મળ્યુ હતું.
આ સિવાય કેદીઓની તપાસમાં ટીબીનો એક પણ કેસ પોઝિટિવ આવ્યો નથી. તિહાર જેલના પ્રોટેક્ટીવ સર્વે વિભાગે એઈમ્સ અને સફદરજંગ હોસ્પિટલના સહયોગથી મહિલા કેદીઓ માટે સર્વાઈકલ કેન્સર ટેસ્ટ કરાયો હતો. આ ટેસ્ટ કરાવવા પાછળનો હેતું એ હતો કે, મહિલાઓને સર્વાઇકલ કેન્સર થવાની શક્યતાઓ ઘણી વાર હોય છે.
આ ટેસ્ટ સાવચેતીપૂર્વક કરવામાં આવે છે, જેથી જાે કોઈ વ્યક્તિનો સર્વાઈકલ કેન્સર ટેસ્ટ પોઝિટિવ આવે તો તેને શરૂઆતમાં જ સારી રીતે ટ્રીટમેન્ટ કરાવવામાં આવે છે સારવાર આપી શકાય. એવું પણ નથી કે, આ ટેસ્ટ પોઝિટિવ આવતાંની સાથે જ કેન્સર ડિટેક્ટ થઈ જાય છે, પરંતુ એ ખ્યાલ આવી જાય છે, કે સર્વાઇકલ કેન્સરની શક્યતાઓ છે, તો સમયસર ટેસ્ટ કરાવીને તેની સારવાર કરી શકાય છે.