નવી દિલ્હી, તા.૩૧
ભાજપ સાંસદ કંગના રનૌતે લોકસભામાં વિપક્ષના નેતા અને સંસદમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા શિવ બારાતને લઈને આપવામાં આવેલા નિવેદન પર આકરા પ્રહારો કર્યા છે. કંગના રનૌતે કહ્યું કે, “આપણી લોકશાહીમાં વડાપ્રધાન લોકતાંત્રિક રીતે ચૂંટાય છે. શું પીએમ લિંગ, ઉંમર, જાતિ અને વર્ગને ધ્યાનમાં રાખીને ચૂંટાય છે?” તેમણે વધુમાં કહ્યું હતું કે, જે લોકો આવી વાતો કરે છે તેઓ દરરોજ બંધારણને ઠેસ પહોંચાડે છે. આવતીકાલે તેઓ કહેશે કે ચામડીના રંગના આધારે વડાપ્રધાનની પસંદગી થશે. શું તેઓ લોકશાહીનું સન્માન કરતા નથી? તેઓનો(રાહુલ ગાંધી) ટેસ્ટ થવો જાેઈએ, તેઓ કોઈ ડ્રગનું સેવન કરે છે.”
કંગનાએ વધુમાં કહ્યું કે, “ગઈકાલે પણ સંસદમાં એક કોમેડી શો કરવામાં આવ્યો હતો, તેઓમાં કોઈ ગરિમા નથી. ગઇકાલે તેઓ ત્યાં કહેતા હતા કે અમે શિવજીની બારાત છીએ અને આ ચક્રવ્યુહ છે. મને લાગે છે કે, તેઓનો ટેસ્ટ થવો જાેઈએ કે તેઓ કોઈ ડ્રગનું સેવન કરે છે.”
કંગના રનૌતે આગળ કહ્યું કે, ” જે સ્થિતિમાં તેઓ સંસદમાં પહોંચીને ભાન વગરની વાતો કરે છે તે જાેઈને હું આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. સંસદમાં તેમણે હતું કે આ જે કોમ્પિટિશન છે, તે શિવજીની બારાત અને ચક્રવ્યૂહમાં છે, શું વાત પરથી નથી લાગતું કે કોઈ માણસનો ડ્રગ ટેસ્ટ થવો જાેઈએ? મને લાગે છે કે, તપાસ થવી જાેઈએ. કાં તો તે નશામાં અથવા ડ્રગ્સના પ્રભાવ હેઠળ છે. શું કોઈ માણસ પૂરતા ભાનમાં આવી વાતો કરે છે.