કો-ઓપરેટિવ બેંકમાં છેલ્લા ૪ દિવસથી પેમેન્ટના પ્રશ્નો સર્જાયા, દેશની ૩૫૦ જેટલી બેંકો પર અસર
સુરત, તા.૦૨
છેલ્લા ત્રણ- ચાર દિવસથી કો-ઓપરેટિવ બેંકમાં ચેક ક્લિયરન્સ અટકી ગયું છે. સહકારી બેંકમાં સીએજ કંપની દ્વારા પ્રોવાઈડ કરવામાં આવતા સીબીએસ સોફ્ટવેરમાં રેન્સમવેર વાયરસ ડિકેક્ટ થયો છે, જેના પગલે ચેક જમા થવા અને બેલેન્સ જમા થવાનો ઇસ્યુ આવ્યો છે. ૧૨૦૦ કરોડનું ક્લિયરિંગ ચેકનું અત્યારે સ્ટોપ છે. ત્યારે આ મામલે સાઉથ ગુજરાત કો.ઓપરેટીવ બેંક એસોસિએશનના ઉપપ્રમુખે મીડિયા સમક્ષ માહિતી આપતા સમગ્ર મામલો જણાવ્યો હતો.
આ અંગે સાઉથ ગુજરાત કો- ઓપરેટિવ બેંક એસોસિએશનના ઉપપ્રમુખ કાનજી ભાલાળાએ જણાવ્યું હતું કે , બેન્કિંગ સેક્ટર અને એમાં ખાસ કરીને કો-ઓપરેટિવ બેન્કિંગ સેક્ટરમાં છેલ્લા ચાર દિવસથી પેમેન્ટ માટેના પ્રશ્નો સર્જાયા છે. પ્રશ્નની શરૂઆત આ પ્રશ્નો ઉભા થયો છે એ સી-એજ કંપની જે સીબીએસ સોફ્ટવેર પ્રોવાઇડર કંપની છે. આ સી-એજ કંપની પાસેથી જે બેંકોએ સીબીએસ સોફ્ટવેર લીધું હોય એ બેંકોએ સીબીએસ સોફ્ટવેર વાપરતી હતી.
સીએજ કંપનીની એક એપ્લિકેશન છે, એમાં આ રેન્સમવેર વાઇરસ છે તે ડિટેક્ટ થયો છે. એને સાયબર એટેક પણ કહી શકાય. એટલે તાત્કાલિક સુરક્ષા માટે સલામતીના પગલાં રૂપે જે સીબીએસ સોફ્ટવેર સીએજ કંપનીનું વાપરે છે, એ બેંકના ડિજિટલ પેમેન્ટ એનપીસીઆઈએ સ્ટોપ કરેલા છે. આ બધું સબસલામત આવી જાય ત્યાર પછી આ તમારા ડિઝિટલ પેમેન્ટ આપણે આગળ વધારીશું. એક ઈશ્યુ આ આવ્યો.
ગુજરાતની ૨૧ બેંક અને ભારતની લગભગ ૩૫૦ જેટલી બેંક આ સીએજ કંપનીના સોફ્ટવેર યુઝ કરે છે, એ બધાને અસર પડી છે. ગુજરાતમાં અને સુરતમાં પણ ઈફેક્ટ આવી છે. બીજું કારણ એ છે કે, સુરતની એક મોટી બેંક સાથે આ બધી સહકારી બેંકો સીટીએસ જે ચેક ક્લિયર કરવાના હોય એ રીતે એની જાેડે મેમ્બર છે અને એના થ્રુ ચેક ક્લિયર થાય છે. ગુજરાતની ૧૦૦થી વધુ બેંકો અમદાવાદની આપણે સ્ટેટ કોર્પોરેટ બેંક સાથે જાેડાયેલી છે. પરિણામે આ બેંકોના ચેક ક્લિયર થવા જાેઈએ. ખાતેદારોના એકાઉન્ટ હોલ્ડરના એ ક્લીયર નથી, છતાં એ બીજી બેંકમાં ભરે છે. તો ત્યાંથી પણ ક્લિયર થઈને આ બેંકમાં જમા થતા નથી. આ ઇસ્યુ શરૂ થયો છે.
સીએજ કંપનીના સીબીએસ સોફ્ટવેરમાં રવિવારે સાંજે સાત કલાકે આ વાયરસ ડિટેકટ થયો. સોમવારથી આ સર્વિસને બ્રેક લાગી છે અને દક્ષિણ ગુજરાતની લગભગ ૧૭ કે ૨૦ જેટલી સહકારી બેંકોનું આ ચેક ક્લિયરન્સનું કામ ઠપ્પ થયું છે. આ ચાર દિવસના અંદાજે ૧૦૦૦થી ૧૨૦૦ કરોડનું ક્લિયરિંગ ચેકનું અત્યારે સ્ટોપ છે. એટલું સારું છે કે, બીજી બેંકો બધી સહકારી બેંકો મુખ્ય બેંકો સિવાયની એના ડિજિટલ પેમેન્ટ આરટીજીએસ છે કે મોબાઈલ બેન્કિંગ છે એ બધા પેમેન્ટ તો થઈ રહ્યા છે. એટલે કસ્ટમરને એટલું સારું છે. પણ ચેકથી ક્લિયર કરવું હોય બેલેન્સ લેવાનો હોય કે બેલેન્સ મોકલવાનો હોય તો હાલ પૂરતો આ ગ્રાહકો મુશ્કેલી અનુભવી રહ્યા છે.