સોશ્યલ મીડિયા ઉપર હિન્દૂ ધર્મના દેવી દેવતાઓને
ગાળો લખી અપમાનિત કરનાર ૩ આરોપીઓ જેલ ભેગા
(સિટી ટુડે) ભરૂચ,તા.૦૩
સોશ્યલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર આજના યુવાનો શું લખી રહ્યા છે,શું પોસ્ટ કરી રહ્યા છે.તેનું ભાન રહેતું નથી જેના પગલે તાજેતરમાં ઈન્સ્ટાગ્રામ ઉપર હિન્દૂ ધર્મના આરાધ્ય ,દેવી દેવતાઓના નામે બિભસ્ત અને અભદ્ર ગાળો લખનાર ૩ આરોપીઓ સામે ઈન્સ્ટાગ્રામ આઈડીના આધારે ગુનો દાખલ કરવામાં આવતા પોલીસે ૩ લોકોની ઘરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.
બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચના સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં સોશ્યલ મીડિયા ઉપર પોસ્ટ બાબતે ફરિયાદ નોંધાઈ છે.જેમાં ફરિયાદીએ આક્ષેપ કર્યા છે કે ઈન્સ્ટાગ્રામ આઈડી ઉપર એક ગૃપમાં કેટલાક અન્ય ધર્મના લોકો હિન્દૂ ધર્મના આરાધ્ય દેવી દેવતાના નામ સાથે ઓડિયો વોઈસ તથા મેસેજથી જાહેરમાં હિન્દૂ સમાજની લાગણી દુભાય તેવું કૃત્ય કરતા હોય જેથી પોલીસે આ પ્રકરણમાં તાત્કાલિક ગુનો દાખલ કરી ઈન્સ્ટાગ્રામ ઉપર હિન્દૂ સમાજના દેવી દેવતાઓને અપમાનિત કરી ગાળો ભાંડી રહ્યા હોય તે બાબતે તપાસમાં આરોપી મોહંમદ વાહીદ સાજીદ હુશેન તથા મોહંમદ હસન સોહેલ બાબા શેખ,મિર્ઝા મહંમદ શામી મહંમદ યુસુફ શેખના ઈન્સ્ટાગ્રામ આઈડી ઉપરથી હિન્દૂ સમાજની લાગણી દુભાય તેવા કૃત્ય કરતા મેસેજ મળી આવતા ત્રણેયની ધરપકડ કરી કડક પૂછપરછ કરતા તેઓએ ગુનો કબુલતા તેમના મોબાઈલ સાથે ધરપકડ કરી આવું કૃત્ય કરવા કોઈએ પ્રેરિત કર્યા છે કે કેમ? સહિત સમગ્ર મામલે જીણવટ ભરી તપાસ કરી કોર્ટમાં રજુ કરી રિમાન્ડ મળેવવાની કવાયત હાથધરી છે.