(સિટી ટુડે) સુરત, તા.૫
ગત સપ્તાહએ રાણીતળાવના બિલ્ડર આરીફ કુરેશીની સગરામપુરા ખાતે નામચીન ફારૂક તલોઈના બંને પુત્ર ફેઝ અને તબરેઝે હત્યા કરી નાખી હતી. સગરામપુરા આશુતોષ હોસ્પિટલની સામે આવેલા સ્પર્ષ પ્રોજેક્ટની લેતી દેતી આરીફ બિલ્ડરની હત્યાનું કારણભૂત બની હતી. આ મર્ડર કેસમાં ફારુક તલોઈની સીધી ભૂમિકા દેખાઈ રહી હતી. મરનારના દીકરા એ પણ પોલીસ સ્ટેશનના ફારૂક અને તેના બંને દીકરા બાંધકામ શરૂ કરવા માટે પૈસા માંગતા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કર્યો હતો. પરંતુ પોલીસે શરૂઆતમાં ફારુકના બંને પુત્રોની જ ધરપકડ કરી હતી. દરમિયાન ઘટનાના બીજા દિવસે ફારૂકની પણ પોલીસે ધરપકડ કરી દીધી હતી હાલ ત્રણે આરોપીઓ ચાર દિવસના રિમાન્ડ ઉપર છે. પોલીસ આ હત્યાકાંડમાં સંડોવાયેલા આરોપીઓના નજીકમાં ગણાતા લોકોની પણ પૂછપરછ કરી રહી છે. ખંઢેરાવપુરા ખાતે રહેતા કોંગ્રેસ અગ્રણી મુકદ્દર રંગુનીના આરોપી ફારુક અને એના દીકરા સાથેના ફોટા પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં શહેર કોંગ્રેસ લોભીમાં પણ તરહ તરહની ચર્ચાએ જોર પકડ્યું હતું. કોંગ્રેસી મુકદ્દર રંગુની આરોપીઓ માટે ભલામણ કરી રહ્યો હોવાની પણ વાતો વહેતી થઈ હતી.
આજે આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું પંચનામુ તૈયાર કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. નોંધનીય છે કે આ કેસની તપાસ એજન્સી કરવાની પણ માંગ ઉઠી હતી.