(સિટી ટુડે) સુરત,તા.૦૯
શહેરના ૭૨ વર્ષીય અબ્દુલ્લાહ જરુલ્લાહ દ્વારા વકફ બોર્ડમાં સુરત ખાતે આવેલી મુઘલ સરાઈ બિલ્ડિંગ જેની અંદર સુરત મહાનગર પાલિકાની ઓફિસ આવેલી છે. તેને વકફની મિલકત ગણીને વકફ કરવા ગુજરાત વકફ બોર્ડને અરજી કરી હતી. ૦૫ વર્ષના સમયગાળામાં વકફ બોર્ડે અરજદાર અને મનપાને સાંભળીને અરજદારની અરજી મંજૂર રાખતા મનપાની ઓફીસ વકફ કરી હતી. જાે કે તાબડતોબ સુરત મ્યુનિસિપલ કમિશ્નરે વકફ બોર્ડના ર્નિણયને ગુજરાત વકફ ટ્રિબ્યુનલ સમક્ષ પડકાર્યો હતો. જેને ટ્રિબ્યુનલે મંજૂર રાખીને મનપા તરફે ર્નિણય આપતા વકફ બોર્ડના ર્નિણયને ૦૩ એપ્રિલ ૨૦૨૪ના રોજ અયોગ્ય ઠેરવ્યો હતો. આમ આ બિલ્ડિંગ પર મનપાનો હક પૂરવાર થયો હતો. સ્ટેટ વકફ બોર્ડના આ ચુકાદા સામે અરજદાર હવે ગુજરાત હાઇકોર્ટ પહોંચ્યા છે. જેની અરજી જજ જે.સી.દોશીની કોર્ટમાં રજૂ થઈ હતી.
જાે કે અરજીમાં કેટલાક વાંધાઓ છે. જેને ૦૪ અઠવાડીયામાં દુર કરવા અરજદારને જણાવાયું છે, નહીં તો આ અરજી રદ્દ કરવામાં આવશે. જેમાં સ્ટેટ વકફ ટ્રિબ્યુનલના ચુકાદા બાદ હાઇકોર્ટમાં અરજી કરવામાં એક દિવસ મોડું કરાયું છે. આ અરજી મોડું કરાઈ હોવાનો સમય માફ કરવાની પણ અરજી કરાઇ નથી. વકીલાત પત્રમાં અરજદારની સહી, વધારાની કોપી ઉપરાંત અન્ય વાંધાઓ અરજીને લઈને અરજદારે ૦૪ અઠવાડીયામાં દૂર કર્યા બાદ તેને સાંભળવામાં આવશે. વકફ ટ્રિબ્યુનલમાં સુરત મહાનગરપાલિકાના કમિશનર વતી એડવોકેટ કૌશલ. ડી. પંડ્યાએ દલીલો કરી હતી. કેસની વિગતો જાેતાં સુરતમાં ગોરધનદાસ ચોખાવાલા રોડ ઉપર અબ્દુલ્લાહ જરુલ્લાહના જણાવ્યા મુજબ, હુમાયુ સરાઈ આવેલું છે, જ્યાં મનપાની કચેરી આવેલી છે.
આ બિલ્ડિંગ શાહજહાંના પુત્રી જહાઆરાની જ્યારે સુરત ખાતે જાગીર હતી ત્યારે તેના વિશ્વાસુ ઇસાકબેગ આઝદી ઉર્ફે હકીકત ખાને વર્ષ ૧૬૪૪માં બનાવીને વકફ કરી હતી, જેનું ક્ષેત્રફળ ૫૬૬૩ ચોરસ મીટર છે, પરંતુ છેલ્લાં ૧૫૦ વર્ષથી અહીં મ્યુનિસપિલ કચેરી આવેલી છે. વકફ બોર્ડ સમક્ષ આ મિલકત વકફની હોવાનો દાવો વર્ષ ૨૦૧૫માં કરવામાં આવ્યો હતો, જેનો ચુકાદો ૨૦૨૧માં આવતાં આ પ્રોપર્ટીને વકફની જાહેર કરાઈ હતી, જેની સામે મનપાએ ૨૦૨૧માં વકફ ટ્રિબ્યુનલ ગાંધીનગર ખાતે અપીલ કરી હતી. મનપાએ જણાવ્યું હતું કે વર્ષોથી અહીં મ્યુનિસિપલ કોર્પોરેશનનો કબજાે છે, ક્યારેય કોઈએ વાંધો ઉઠાવ્યો નથી. વકફ બોર્ડે મગજથી વિચાર્યા વગર અને મનપાના પુરાવા અવગણીને આવો ર્નિણય આપ્યો છે. વકફ બોર્ડે અબ્દુલ્લાહ જરુલ્લાહના માન્ય રાખી ના શકાય તેવા દસ્તાવેજાેને માન્ય રાખીને ર્નિણય લીધો હતો. આ મિલકતનો ઉપયોગ અગાઉ લશ્કર માટે થતો હતો. વકફ બોર્ડે એક તરફી ર્નિણય લીધો છે. મનપાએ વકફ ટ્રિબ્યુનલ સમક્ષ દસ્તાવેજી પુરાવાઓ પણ રજૂ કર્યા હતા, જેમાં તકરારી મિલકત અંગે બ્રિટિશ હકૂમતમાં સુરતના કલેક્ટરે ઇસ્યુ કરેલી સનદની નકલ, મિલકતના પ્રોપર્ટી કાર્ડમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની નોંધ વગેરેનો સમાવેશ થાય છે. મનપાએ કહ્યું હતું કે વકફ એક્ટ ૧૯૯૫માં અમલમાં આવ્યો, એમ છતાં આ મિલકતને વકફ યાદીમાં સમાવિષ્ટ કરાઈ નથી. વકફ એક્ટ અમલમાં આવ્યાનાં ૨૧ વર્ષ બાદ આ અરજી કરવામાં આવી છે. ૧૮૬૭થી અહીં કોઈ મુસાફર ખાનાની પ્રવૃત્તિ થતી નથી. અબ્દુલ્લાહ જરુલ્લાહ અને વકફ બોર્ડ તરફી દલીલો કરાઈ હતી કે પૂનાના પુરાતત્ત્વવિદ આર.ડી.બેનર્જીને ૧૯૨૧માં મુગલ સરાઈમાથી ફારસી ભાષામાં બે શિલાલેખ મળ્યા હતા, જેને પ્રિન્સ વિલિયમ મ્યુઝિયમ મુંબઈ જે હાલમાં છત્રપતિ શિવાજી મહારાજ મ્યુઝિયમ તરીકે ઓળખાય છે એમાં રખાયા છે. એ શિલાલેખો મુજબ આ મિલકત વકફની છે,. જેની માહિતી મનપાની વેબસાઈટ ઉપર ઉપલબ્ધ છે. વકફ બોર્ડે અબ્દુલ્લાહ જરુલ્લાહની અરજી ઉપર સાડાપાંચ વર્ષ તપાસ કરીને ર્નિણય આપ્યો છે. આ સંદર્ભે અબ્દુલ્લાહ જરુલ્લાહે હાઇકોર્ટમાં અરજી પણ કરી હતી,