ધોરણ-૧૨ના વિદ્યાર્થીએ કેમ્પસમાં જ ચાકુ વડે હુમલો કરાતા અઠવા પોલીસ દોડતી થઇ
(સિટી ટુડે) સુરત,તા.૦૯
નાનપુરા ખાતે આવેલ ટી એન્ડ ટીવી સ્કુલમાં બે વિદ્યાર્થીઓ વચ્ચે ચાલતા વિવાદે ખુની સ્વરૂપ લીધો છે. ધોરણ ૧૨ના વિદ્યાર્થી દ્વારા અંગત અદાવતમાં અન્ય વિદ્યાર્થીને ચપ્પુના ઘા ઝીંકી દેતા ગંભીર રીતે ઘવાયેલા વિદ્યાર્થીને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, નાનપુરા ખાતે ટી એન્ડ ટીવી સ્કુલમાં ગતરોજ લંચ સમય દરમિયાન ધોરણ-૧૨ના બે વિદ્યાર્થીઓ વચ્ચે અંગત અદાવતમાં થયેલી માથાકુટ બાદ એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી ઉપર ચપ્પુ વડે ઘાતક હુમલો કરી ચકચાર મચી જવા પામી છે. સ્કુલના પ્રિન્સીપાલ દ્વારા તત્કાલ પોલીસ અને ઇજા પામેલા વિદ્યાર્થીના વાલીને જાણ કરાતા પોલીસે ઘટના સ્થળે પહોંચી હુમલો કરનાર વિદ્યાર્થીને પોલીસ મથકે લઇ જવાયા હતા. જયારે ગંભીર રીતે ઘવાયેલા વિદ્યાર્થીને નજીકની હોસ્પિટલમાં દાખલ કરી સારવાર કરાઇ રહી છે. જાે કે, સદનસીબે ઘાયલ વિદ્યાર્થી ખતરાની બહાર હોવાનું જાણવા મળ્યું છે.
‘સિટી ટુડે’ સાથે ટી એન્ડ ટીવી સ્કુલના પ્રિન્સીપાલે ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતંુ કે, આ મામલા અમારા દ્વારા પોલીસને તરત જ જાણ કરવામાં આવી હતી અને બંને વિદ્યાર્થીઓના વાલીઓને પણ જાણ કરી દેવામાં આવી હતી. સ્કુલ કેમ્પસમાં વિદ્યાર્થી ઘાતક હત્યાર કઇ લઇને આવ્યા તે અંગે પુછાતા તેમણે જણાવ્યું કે, આ મામલામાં અમે તપાસ કરી રહ્યા છે આ ખરેખર ગંભીર ઘટના કહેવાય સ્કુલમાં હત્યાર લઇને આવનાર વિદ્યાર્થી સામે શું પગલા લેવા તે અંગે અમે વિચારી રહ્યા છે.
“ડીસીપી વિજય સિંહ ગુજ્જરએ મીડિયા સાથે વાતચિતમાં તેમણે જણાવ્યું હતું કે, વિદ્યર્થી સ્કુલમાં હથીયાર લઇને આવ્યો તે ઘણી ચીંતાજનક બાબતે છે. આ મામલામાં પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે કે, કઇ બાબતે બંને વિદ્યાર્થીઓ વચ્ચે વિવાદ હતો અને જરૂર પડશે તો સ્કુલ સંચાલકોને પણ પુછતાછ કરી સમગ્ર મામલાની બારીકાઇ પુર્વક તપાસ કરાશે.