(સિટી ટુડે) સુરત,તા.૧૧
સેન્ટ્રલઝોનના અધિકારીઓની બેદરકારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. સેન્ટ્રલઝોનના ડેપ્યુટી ઇજનેર મહેન્દ્ર ગામીતના વોર્ડ ના.૧૧ માં આવેલ ચૌટા બજાર ચાર રસ્તા પર ચાલુ વરસાદે જ રોડ રીપેર કરવા નીકળેલી સેન્ટ્રલઝોનના બાહોશ ટીમની મહિલાકર્મીઓ પાસે રોડ રસ્તા રીપેર કરતા નજરે પડતા લોકો આશ્ચર્ય ચકીત થયા હતા. સેન્ટ્રલઝોનની હદમાં આવેલ કોટ વિસ્તારમાં રોડ રસ્તાઓની હાલત સેન્ટ્રલઝોનમાં ચાલતા ભ્રષ્ટાચાર જેવી થઇ ગઇ છે.
ઝોનલ ચીફ, કાર્યપાલક ઇજનેર, ડેપ્યુટી ઇજનેર અને લોકસેવા વિભાગના અધિકારીઓની બેદરકારીઓના કારણે સેન્ટ્રલઝોનના કોટ વિસ્તારના રોડ રસ્તાઓની હાલત એટલી બિસ્માર થઇ ગઇ છે કે, આ વિસ્તારમાંથી નીકળવું પણ મુશ્કેલ સમાન બન્યું છે. આ વિસ્તારના કોર્પોરેટરો ચૂંટણી પછી એવા ગાયબ થયા છે કે, લોકોને ફરીયાદ કરવા તેમને શોધવા પડે છે.
ઉપરોક્ત દર્શાવેલ તસ્વીરમાં મહિલાકર્મી દ્વારા ભરચોમાસે રોડ રસ્તા રીપેર કરવા તગારામાં ડામર ભરી રસ્તા પર ઠાલવાતું હોવા છતાં સેન્ટ્રલઝોનના અધિકારીઓની શરમ મરી પરવારી ગઇ હોય તેમ લાગી રહ્યું છે.
આ મામલે મનપા કમિશનરને મહિલાકર્મચારી પાસે ‘કાળી મજુરી’ કરાવવામાં આવતી હોવાની ફરીયાદ થયા બાદ હવે જાેવાનું એ છે કે, આવનારા સમયમાં મહિલા મનપા કમિશનર મહિલા કર્મચારી માટે જવાબદાર સેન્ટ્રલઝોનના કર્મચારી સામે શું પગલા લેશે કે પછી સેન્ટ્રલઝોનના ઝોનલ ચીફ બોઘાયતા મનપા કમિશનરનું મોબાઇલ નંબર બ્લોકલીસ્ટમાં નાંખી દેશે?