(સિટી ટુડે) સુરત,તા.૧૪
ઓલ સુરત મેમન એસોશીએસન (અશમા) દ્વારા ચોકબજાર મેમનહોલ ખાતે ૧૫મી ઓગષ્ટના રોજ સવારે ૯ વાગ્યા થી સાંજના ૪ વાગ્યા સુધી બલ્ડ કેમ્પ અને સવારે ૧૦ઃ ૩૦ કલાકે ધ્વજ વંદનનો આયોજન કરવામાં આવ્યું છે. ઓલ સુરત મેમન એસોશીએસન (અશમા) જમાતના પ્રમુખ આસીફ બિસ્મીલ્લાએ જણાવ્યું હતું કે, આ આયોજન અમારા દેશના સ્વતંત્રતા દિવસ નિમિત્તે લોકો વધુ સંખ્યામાં જાેડાય અને બ્લડ કેમ્પ અને ધ્વજવંદનમાં પોતાનો યોગદાન આપે તેવી અપીલ છે. આ આયોજનમાં મુખ્ય અતિથિ તરીકે અઠવા પોલીસ મથકના પી.આઇ. જી.એમ. હડીયા, પ્રમુખ અતિથિ તરીકે એસ.ઓ.જી.ના પી.આઇ. એ.એસ.સોનારા તથા કેપી ગ્રુપના ફારૂક પટેલ, વકફ બોર્ડના ચેરમેન ડો.મોહસીન લોખંડવાલા, એ.આઇ.જે.એફ.ના વાઇસ પ્રમુખ ઇલ્યાસ કાપડીયા (ભા) તથા એસ.એ.એમ.ડી. પ્રેસીડેન્ટ ડો.ફેઝલ વોરા બીલાલભાઇ ટીનવાળા સહિતના મહાનુભવો હાજર રહેશે અને આ આયોજનને સફળ બનાવી પોતાનું યોગદાન આપશે.
