સુરત, તા.૨૧
કોલકાતાની મેડિકલ કોલેજમાં રેસિડેન્ટ ડોક્ટર પર બળાત્કાર અને હત્યાની ઘટનાને કારણે સુરત નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં છઠ્ઠા દિવસે પણ હડતાળ ચાલુ રહી હતી. રેસિડેન્ટ ડોક્ટરો જ્યાં સુધી સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટની માંગ નહીં સંતોષાય ત્યાં સુધી અચોક્કસ મુદ્દતની હડતાળ ચાલુ રાખવાની વાત કરી રહ્યા છે. બીજી તરફ સુપ્રીમ કોર્ટે પણ અપીલ કરી છે. ત્યારે હાલ આ તબીબો બેઠકમાં જે ર્નિણય લેવામાં આવશે તે પ્રમાણે આગળ વધશે તેમ જણાવી રહ્યા છે. જાેકે ,હાલ ઠોસ ચુકાદો ન આવે ત્યાં સુધી હડતાળ ચાલુ રાખશે. આ સાથે જ સ્મીમેરમાં તબીબો દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું હતું.
સરકારી હોસ્પિટલમાં સારવારની આશાએ આવતા દર્દીઓને થોડી રાહત થઈ છે. સુરતની નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરોએ છઠ્ઠા દિવસે પણ હડતાળ ચાલુ રાખી હતી અને કામકાજથી અળગા રહ્યા હતા. તબીબોના કહેવા મુજબ જ્યાં સુધી હોસ્પિટલમાં સલામત વાતાવરણ પૂરું પાડવા માટે કોઈ નક્કર કાયદો નહીં બને ત્યાં સુધી આ રીતે હડતાળ ચાલુ રહેશે. ડોક્ટર પ્રદર્શનકારીઓ પીડિતા માટે ન્યાયની વિનંતી કરી રહ્યા છે. તેઓ ડોકટરોને કાયદાકીય રક્ષણની પણ માંગ કરી રહ્યા છે. સુપ્રીમ કોર્ટ દ્વારા ઠોસ ચુકાદો ન આપવામાં આવે ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાનું જણાવી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ડોકટરોની હડતાળના કારણે પહેલાથી જ સૂચિત સર્જરી રદ કરવામાં આવી રહી છે અને દર્દીઓને નવી તારીખ લેવા માટે કહેવામાં આવી રહ્યું છે. હાલમાં ઋતુ પરિવર્તનના કારણે વાયરલ અને અન્ય રોગોના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. જાેકે, આઈસીયુ અને ઈમરજન્સી સર્જરી સહિતની આવશ્યક ઈમરજન્સી સેવાઓ ચાલુ છે. હડતાળથી, દાખલ દર્દીઓની સંખ્યામાં, ર્ંઁડ્ઢમાં અને ઓપરેશન કરાવી રહેલા દર્દીઓની સંખ્યામાં ૯૦ ટકાથી વધુનો ઘટાડો થયો છે. સુરતની સરકારી મેડિકલ કોલેજના ૧૦ અધ્યાપકો નવી સિવિલ હોસ્પિટલની ર્ંઁડ્ઢમાં દર્દીઓની સારવાર કરી રહ્યા છે. નવસારી જિલ્લા પંચાયત તરફથી ૧૦ ડોક્ટરોને સુરત મોકલવામાં આવ્યા છે.
જેમાં મેડીસીન વિભાગમાં બે, ગાયનેક વિભાગમાં બે, સર્જરી વિભાગમાં બે અને ઓર્થોપેડિક્સ વિભાગમાં એક ડોક્ટરની ડેપ્યુટેશન પર નિમણૂંક કરવામાં આવી છે. આ ઉપરાંત સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની હોસ્પિટલોમાંથી ૧૫ અને વલસાડ અને તાપી જિલ્લામાંથી ૧૦-૧૦ તબીબોને ડેપ્યુટેશન પર નવી સિવિલમાં નિયુક્ત કરવાના આદેશો આપવામાં આવ્યા છે.
ડૉ. સ્મિત બાડજાએ જણાવ્યું હતું કે, આજે અમારા હડતાલનો છઠ્ઠો દિવસ છે. સુપ્રીમ કોર્ટ અને સરકાર દ્વારા કોઈ ઠોસ ચુકાદો આપવામાં નહીં આવે ત્યાં સુધી અમારી હડતાલ ચાલુ જ રહેશે. કોલકાતામાં બનેલી ઘટનાને લઈને કાંઈ નહિ મળે ત્યાં સુધી હડતાલ ચાલુ જ રહે છે. આ વિરોધ વચ્ચે રોજ અલગ-અલગ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. ગતરોજ સિવિલ અને સ્મીમેર હોસ્પિટલના રેસીડેન્ટ તબીબોએ સિવિલ હોસ્પિટલથી કલેકટર કચેરી સુધી રેલી કાઢી હતી. આજે સ્મીમેર હોસ્પિટલ કેમ્પસમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
