સુરત,તા.૨૩
ગુજરાત રાજ્યમાં મોટા મોટા હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે. જે ભારે પવન વખતે પડી જવાના બનાવ બનતાં હોય છે. જેનાથી રાહદારીઓના જીવનું જાેખણ રહે છે. ભારે પવન સાથે વરસાદ હોય ત્યારે મોટા મોટા હોર્ડિંગ્સ પડવાના બનાવો બનતા હોય છે. જેને દૂર કરવા માટે જાહેરહિતની અરજી કરવામાં આવી હતી. જે અરજી અન્વયે હાઈકોર્ટ દ્વારા સુનાવણી રાખવામાં આવી હતી. જે અંગે ગુજરાત હાઈકોર્ટે અરજદારની અરજી અન્વયે સુનાવણી કરી હતી કે, આવા ભયજનક હોર્ડિંગ્સ તાત્કાલિક ધોરણે ઉતારી લેવા જાેઈએ. હવેથી ગુજરાતના દરેક શહેરમાં ભયજનક હોર્ડિંગ્સ દૂર કરવામાં આવશે. હાઈકોર્ટ દ્વારા આ પ્રકારના હોર્ડિંગ્સ દૂર કરવા હુકમ કરવામાં આવ્યો છે. જાહેરહિતની અરજી મુદ્દે સરકાર પક્ષે જવાબ માંગતા સરકાર પક્ષના વકીલે જવાબ આપતાં જણાવ્યું હતું કે, રાજ્યના શહેરોમાં જેટલા પણ ભયજનક હોર્ડિંગ્સ છે હટાવી લેવામાં આવ્યા છે. વધુમાં જણાવ્યું હતું કે, શહેરમાં ૭૪ ગેરકાયદેસર પોસ્ટર અને ૨૦ ભયજનક પોસ્ટર લાગેલા હતા જે તમામ પોસ્ટર ઉતારી લેવામાં આવ્યા છે. જે મુદ્દે હાઈકોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ચૂંટણી સમયે લગાવાતા પોસ્ટર પણ પરમિશન સાથે જાેખમી ન હોય તેની તકેદારી સરકાર દ્વારા રાખવી જાેઈએ. એસજી હાઇવે, સિંધુ ભવન, સાયન્સ સિટી સહિતના વિસ્તારોમાં ભયજનક પોસ્ટર ન લગાવવા હાઈકોર્ટે નિર્દેશ કર્યો છે.