જેરૂસાલેમ, તા.૨૫
ઈરાન સમર્થિત હિઝબુલ્લાહ સંગઠનથી વધતા ખતરાને જાતાં ઈઝરાયલી સૈન્યએ રવિવારે લેબેનોનમાં તાબડતોબ હવાઈ હુમલા હુમલા કર્યા હતા. જેના જવાબમાં હવે હિઝબુલ્લાહે પણ ઈઝરાયલ પર એકસાથે ૩૦૦થી વધુ ડ્રોન વડે કહેર વર્તાવ્યો હતો.
ઈઝરાયલ પર કહેર વર્તાવતા હિઝબુલ્લાહે ડ્રોન વડે લગભગ ૩૨૦ થી વધુ હુમલા કર્યા હતા અને ઈઝરાયલના લગભગ ૧૧ સૈન્ય ઠેકાણાને નિશાન બનાવ્યા હતા. આ હુમલાની જવાબદારી સ્વીકારતાં હિઝબુલ્લાહે કહ્યું કે અમે આ હુમલો અમારા સૈન્ય કમાન્ડર ફુઆદ શુક્રની હત્યાનો બદલો લેવા માટે કર્યો છે. હિઝબુલ્લાહે આ તમામ હુમલા ઉત્તર ઈઝરાયલમાં કર્યા હતા. આ સાથે હિઝબુલ્લો ઈઝરાયલ સામે બદલાની કાર્યવાહી કરવાનું એલાન પણ કર્યું છે. ઉલ્લેખનીય છે કે ઈઝરાયલે લેબેનોનમાં ૧૦૦થી વધુ ઠેકાણે એરસ્ટ્રાઈક કરી હતી અને હિઝબુલ્લાહ સંગઠનના લડાકૂઓને નિશાન બનાવ્યા હતા. હાલ ઈઝરાયલમાં ૪૮ કલાક માટે ઈમરજન્સી જાહેર કરી દેવામાં આવી છે. તેલ અવીવમાં વડાપ્રધાન નેતન્યાહૂ અને સંરક્ષણ મંત્રી ગેલેન્સ Âસ્થતિ પર ચાંપ્તી નજર રાખી રહ્યા છે.