(સિટી ટુડે) અમદાવાદ, તા.૨૫
રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા સાર્વત્રિક મેઘમહેરની આગાહી કરી છે. ત્યારે આજે સવારથી જ સૌરાષ્ટ્ર-કચ્છ ઝોન સિવાયના ઝોનમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે.આ દરમિયાન દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગ દ્વારા આજે વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ અને સુરત, તાપી, નવસારી, નર્મદા, ભરૂચ જિલ્લામાં ભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે સુરતના ઉમરપાડામાં ૯ ઇંચ વરસાદ ખાબક્યો છે. છેલ્લા બે કલાકમાં રાજ્યના ૯૫ તાલુકામાં વરસાદ ખાબક્યો હતો.
સુરત જિલ્લામાં વહેલી સવારથી સાવત્રિક વરસાદ વરસી રહ્યો છે, જેમાં ઉમરપાડામાં ધોધમાર વરસાદ પડતા સવારે આઠ વાગ્યાથી બપોરના બાર વાગ્યા સુધીમાં ૫ ઇંચ વરસાદ ખાબક્યો હતો. ત્યારે અત્યારસુધીમાં ૯ ઇંચ વરસાદ ખાબક્યો છે. વહેલી સવારથી વરસાદી માહોલ વચ્ચે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ધોધમાર વરસાદને નદી-નાળામાં છલકાયા છે.
છેલ્લા બે કલાકમાં રાજ્યના ૯૫ તાલુકામાં વરસાદ પડી ગયો છે, જેમાં ખાસ કરીને સાબરકાંઠાના પોશીનામાં ૨ ઈંચ, વાપી અને ઈડરમાં દોઢ ઈંચ, અને ખાનપુર, મેઘરજ, સોનગઢમાં ૧ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.
વિજાપુરમાં ૮ ઈંચ, કપડવજમાં સાડા ૫ ઈંચ, ધરમપુરમાં ૫ ઈંચ, અને છોટાઉદેપુરમાં પોણા ૫ ઈંચ વરસાદ વરસ્યો છે.માણસા, સોનગઢ, વાપી, અને પારડીમાં ૪.૫ ઈંચ વરસાદ થયો છે, જ્યારે વલસાડના ઉમરગામમાં ૪ ઈંચ વરસાદ ખાબક્યો છે.વિસનગર, માંગરોળ, દહેગામ, અને સાગબારામાં ૩.૫ ઈંચ, ક્વાંટમાં ૩.૫ ઈંચ, અને ખેરગામ, પાલનપુરમાં ૩ ઈંચ વરસાદ પડ્યો છે.અન્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે.કપરાડા, ડીસા, વલસાડ, અને પાવીજેતપુરમાં ૨.૫ ઈંચ વરસાદ, વ્યારા, મહેસાણા, પ્રાંતિજ, અને ઓલપાડમાં ૨.૫ ઈંચ, અને ઠાસરા, પોશિના, કઠલાલ, મહુધા, ઉમરેઠમાં પણ ૨.૫ ઈંચ વરસાદ નોંધાયો છે.ડેસર, કલોલ, અને દાંતીવાડામાં ૨ ઈંચ વરસાદ પડ્યો છે, જ્યારે રાજ્યના ૪૫ તાલુકામાં ૧ થી ૨ ઈંચ સુધીનો વરસાદ થયો છે.
ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થવાથી રાજ્યના મોટાભાગના વિસ્તરોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં આગામી પાંચ દિવસ ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાતના નવસારી, સુરત, વલસાડ જિલ્લામાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે.
