(સિટી ટુડે) અમદાવાદ, તા.૨૫
એક બાજુ, સરકાર અંધશ્રદ્ધા દૂર કરવા કાયદો ઘડી રહી છે ત્યાં બીજી બાજુ, ખુદ ભાજપ સરકાર ના મંત્રી જ ભુવાજી ને સમર્થન આપી રહ્યા છે. દવા કરતાં દુઆ વધારે કામ આવી તેમ કહી મંત્રી ભીખુસિંહ પરમારે વિવાદ છેડ્યો છે.
હમણાં જ વિધાનસભા સત્રમાં કાળા જાદુને લઈ વિધેયક પસાર થયું છે. એક કાર્યક્રમમાં ભીખુસિંહે કહ્યું, બ્રેનસ્ટોક આવ્યો ત્યારે દવા – સારવાર કરતા ભૂવાજીની વિધિથી ઝડપી સાજા થયો.
તલોદમાં રબારી સમાજના સ્ટડી સેન્ટર ખાતે કાર્યક્રમમાં ભૂવાજીની વાત કરી હતી,તો આ વાત સાંભળી બેઠેલા સૌ કોઈ હસી ઉઠયા હતા.ભૂવાજીના કહ્યા મુજબ સારવાર કરતા તબીબોએ બ્રેઈનસ્ટોકના દર્દીમાં ઝડપી રજા આપવાનો પ્રથમ કિસ્સો ગણાવ્યો હતો.
પોતાને આવેલા બ્રેન સ્ટોકને લઈ ભૂવાજીએ વિધિ કરતા આઠમા દિવસે હોસ્પિટલમાંથી રજા આપવાનું કહ્યું હતુ,દવા કરતાં દુઆ વધારે કામ આવી હોવાનુ પ્રધાન ભીખુસિંહ પરમારે કહ્યું હતું.ભીખુસિંહ પરમારની આ વાત સાંભળીને સૌ કોઈ હસવા લાગ્યા હતા,એક સિનિયર મંત્રી જો ભૂવાજીની વાત કરે અને એ પણ આટલી મોટી સારવારમાં જો ભૂવાજીએ સાજા કર્યા હોય તે વાત કેટલા અંશે યોગ્ય ગણાય તે પણ તમે સમજી શકો છો.મંત્રી તરીકે આવો બફાટ કરવો એ કેટલું યોગ્ય?
ઉલ્લેખનીય છેકે,રાજ્યકક્ષાના પુરવઠામંત્રી ભીખુસિંહ પરમારની સવારમાં તબિયત લથડી હતી. ૭૦ વર્ષીય ભીખુસિંહ ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને સવારે ચા-નાસ્તો કરી રહ્યા હતા ત્યારે એકાએક બ્લડપ્રેશર વધી જતાં તેમને તાત્કાલિક યુએન મહેતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.