(સિટી ટુડે) અમદાવાદ, તા.૨૮
ગુજરાતમાં અતિભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ જાેવા મળી રહી છે.છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ વરસતા લોકોની સ્થિતિ દયનીયબની છે. ત્યારે આ મામલે આજે પીએમ મોદીએ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાતચીત કરી હતી અને સમગ્ર પરિસ્થિતનો તાગ મેળવ્યો હતો આ સાથે કેન્દ્ર સરકાર તરફથી ગુજરાતને મદદદની ખાતરી પણ આપવામા આવી છે. ત્યારે હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ ગુજરાતની વરસાદની સ્થિતિ અંગે ટિ્વટ કર્યું છે. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા ઠ પર પોસ્ટ કરતા લખ્યું છે કે, ગુજરાતમાં પૂરની સ્થિતિ દિવસેને દિવસે ભયંકર જાેવા મળી રહી છે. આ આપત્તિમાં જે પરિવારોએ પોતાનાને ખોયા છે, જેમની સંપત્તિને નુકસાન થયું છે. તેમના પ્રતિ સંવેદના વ્યક્ત કરું છું. ઈજાગ્રસ્ત સ્વસ્થ થવાની આશા કરું છું.
વધુમાં તેમને કોંગ્રેસ કાર્યકર્તાઓને અપીલ કરી છે કે, તેઓ પ્રભાવિત લોકોની મદદ કરવા રાહત બચાવ કાર્યમાં પ્રશાસનની દરેક પ્રકારે મદદ કરે આ સાથે તેમને સરકારને કહ્યું કે, સરકાર પાસે અપેક્ષા છે કે તેઓ આપત્તિના પ્રકોપને ઘટાડવા માટે તમામ જરૂરી પગલાં લે. જેથી અસરગ્રસ્ત લોકો શક્ય તેટલી વહેલી તકે પુનર્નિર્માણ અને પુનર્વસન તરફ આગળ વધી શકે.મહત્વનું છે કે, રાહુલ ગાંધી ગુજરાત તરફ વધુ ધ્યાન આપી રહ્યા છે. ગુજરાતની પરિસ્થિતિ પર રાહુલ ગાંધી ધ્યાન આપી રહ્યા છે આ સાથે તેમના કાર્યકર્તાઓને પણ આદેશ આપ્યો છે કે, તેઓ પણ લોકોની મદદ માટે આગળ આવે.
