(સિટી ટુડે) અમદાવાદ, તા.૨૮
ભારે વરસાદને કારણે અસરગ્રસ્ત વિસ્તારોમાં હવે આર્મીએ કમાન સંભાળી લીધી છે. કેન્દ્ર સરકારે ગુજરાતના ૬ જિલ્લાઓમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી માટે આર્મીની ટુકડીઓની ફાળવણી કરી છે. ગુજરાતને રાહત-બચાવ અને આપત્તિ વ્યવસ્થાપન માટે કેન્દ્ર સરકારે આર્મીની ૬ કોલમ ફાળવી છે. જાેકે, આ સિક્કાની એક બાજુ છે. પરંતુ સિક્કાનું બીજું પાસુ એ પણ છેકે, પાલિકાઓ પાણીમાં બેસી જતા, વિકાસના વાયદાઓ પોકળ સાબિત થતા હવે સરકારે આર્મી બોલાવવી પડી છે.
વરસાદથી વધુ અસરગ્રસ્ત દેવભૂમિ દ્વારકા, આણંદ, વડોદરા, ખેડા, મોરબી અને રાજકોટ જિલ્લામાં ભારત સરકાર દ્વારા આર્મીની કોલમ ડિપ્લોય કરાઈ છે.
આ આર્મી કોલમ વરસાદથી વધુ પ્રભાવિત એવા દેવભૂમિ દ્વારકા, આણંદ, વડોદરા, ખેડા, મોરબી અને રાજકોટના જિલ્લા વહીવટી તંત્રને મદદરૂપ થવા ડિપ્લોય કરવામાં આવી.રાજ્ય ભારે વરસાદના કારણે રોસ રસ્તાઓ બંધ છે.
