શીમલા, તા.૨૯
આર્થિક સંકટ વચ્ચે હિમાચલ સરકારે મોટો ર્નિણય કર્યો છે અને સીએમ સુખવિંદર સિંહ સુખ્ખુ સહિત તમામ મંત્રીઓને બે મહિના સુધી પગાર નહીં આપવાનો ર્નિણય કરવામાં આવ્યો છે. આ સાથે મુખ્ય સંસદીય સચિવ પણ આગામી બે મહિના સુધી પગાર નહીં લે. રાજ્યની આર્થિક સ્થિતિને જાેતા મુખ્યમંત્રી અને મંત્રીઓએ આ ર્નિણય કર્યો છે.
મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખ્ખુએ કહ્યું કે, જૂન ૨૦૨૨ પછી ય્જી્ વળતર બંધ થવાને કારણે રાજ્યને આવકમાં ભારે ઘટાડાનો સામનો કરવો પડી રહ્યો છે. જેના કારણે રાજ્યને વાર્ષિક ૨૫૦૦-૩૦૦૦ કરોડ રૂપિયાનું નુકસાન ઉઠાવવામાં આવી રહ્યું છે. જૂની પેન્શન યોજનાને પુનઃસ્થાપિત કરવાના કારણે રાજ્યની ઉધાર ક્ષમતામાં પણ લગભગ ૨૦૦૦ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. વિવિધ પડકારો વિશે જણાવતા સીએમ સુખ્ખુએ કહ્યું કે, વર્તમાનમાં જે આર્થિક સંકટ ચાલી રહ્યું છે, તેમાથી બહાર નીકળવું સરળ નહીં હોય.
મુખ્યમંત્રી સુખવિન્દર સિંહ સુખ્ખુએ કહ્યું કે, “અમને કેન્દ્ર સરકાર તરફથી કોઈ મદદ નથી મળી રહી. વર્ષ ૨૦૨૩-૨૪માં મહેસૂલ ખાધ ગ્રાન્ટ રુપિયા ૮,૦૫૮ કરોડ હતી. જે આ વર્ષે ઘટીને રુપિયા ૬,૨૫૮ કરોડ થઈ છે. એટલે કે, ૧૮૦૦ કરોડ રુપિયાનો ઘટાડો થયો છે. આવતાં વર્ષે આ ગ્રાન્ટમાં ૩,૦૦૦ કરોડ રૂપિયાનો ઘટાડો થવાની સંભાવના છે, અને તેના કારણે તે ઘટીને માત્ર ૩,૨૫૭ કરોડ રૂપિયા પર આવી જશે.” સીએમ સુખ્ખુએ હિમાચલમાં આપત્તિ પછી જરૂરિયાતોના મૂલ્યાંકનનો પણ ઉલ્લેખ કરતાં કહ્યું કે “તેના માટે રાજ્યને ૯,૦૪૨ કરોડ રૂપિયાની જરૂર છે, પરંતુ કેન્દ્ર સરકાર તરફથી હજુ સુધી કોઈ ધનરાશિ મળી નથી.”
