(સિટી ટુડે) સુરત,તા.૩૦
લાલગેટ પોલીસ મથકના હદમાં આવતા હરિપુરા વિસ્તારમાં વર્ષોથી બંધ પડેલી હરિપુરા પોલીસ ચોકી ફરી સ્થાપીત કરવા ડિમોલીશન કરી ખાતમુર્હુત કરવામાં આવ્યું. આ ખાતમુર્હુત દરમિયાન ડી.સી.બી., એસ.પી. અને લાલગેટ પી.આઇ.ચૌધરી સહિતના પોલીસ અધિકારીઓ હાજર રહી આ વીધી પ્રમાણે ખાતમુર્હુત કરવામાં આવ્યું. છેલ્લા કેટલાક વર્ષોથી જર્જરીત બની ગયેલ આ પોલીસ ચોકીને ડિમોલીશન કરી નવી પોલીસ ચોકી બનાવવાની તજવીજ હાથ ધરાઇ છે. એ દરમિયાન મુસ્લિમ સમાજના આગેવાન રઉફ બોમ્બેવાળા, ભાજપ લઘુમતી મોરચાના મોહસીન મીરઝા, ઇમરાન મેમણ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.
