બારડોલીના ખેડૂતને એક માસ બાદ હાઈકોર્ટથી જામીન
ફરિયાદીએ ૨૦ વર્ષથી ગેરકાયદેસર કબ્જાે હોવાનું
ફરિયાદમાં જણાવ્યું છે પરંતુ આરોપી પાસે જગ્યાની
૧૯૬૩-૬૪ માં વેરો ભર્યાની રસીદો પણ છે
આરોપીના પરદાદાએ ૧૯૫૮-૫૯ જગ્યા લીધી હોવાની
સરકારી ચોપડે નોંધઃ ૧૯૭૭ માં જમીન એકત્રીકરણ
વખતે બ્લોક ભેગા થઈ જતા તકરાર ઉભી થઈ
(સિટી ટુડે) સુરત,તા.૩૧
પચાસ વર્ષ ઉપરાંતથી કબ્જાે હોય તો લેન્ડ ગ્રે્બિંગનો ગુનો બનતો નથી તેવી બચાવ પક્ષની દલીલ માન્ય રાખીને બારડોલીના ખેડૂતને હાઈકોર્ટે જામીન આપ્યા છે.
આ કેસની વિગત એવી છે કે બારડોલીના મઢી ગામ સ્થિત બેડી ફળિયામાં રહેતા ખંડુભાઇ ચૌધરીએ પાડોશમાં જ રહેતા દિલીપભાઈ ચૌધરી અને તેમના બે પુત્રો સામે બારડોલી પોલીસ મથકમાં ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ કાયદા હેઠળ ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે દિલીપભાઈની તા.૩૦-૭-૨૦૨૪ ના રોજ ધરપકડ કરી હતી. જેથી તેમણે સુરત સેશન્સ કોર્ટમાં જામીન નામંજુર થતા એડવોકેટ અશ્વિન જાેગડિયા અને રાજેન જાધવ મારફતે ગુજરાત હાઈકોર્ટમાં જામીન મુક્ત થવા અરજી કરી હતી. જ્યાં એવી રજુઆત કરવામાં હતી કે, બનાવ વાળી જગ્યામાં અરજદાર – આરોપીનો પચાસ વર્ષ ઉપરાંતથી કબ્જાે છે અને તે તેમની વડીલોપાર્જિત મિલ્કત છે. ફરિયાદીએ ૨૦ વર્ષથી ગેરકાયદેસર કબ્જાે હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે પરંતુ આરોપીનો સ્થળ પર પરદાદાના સમયથી કબ્જાે છે. તેમની પાસે બનાવ વાળી જગ્યાનો ૧૯૬૩-૬૪ માં વેરો ભર્યાની રસીદો પણ છે. જેથી આટલા વર્ષોથી કબ્જાે હોય તો તેને લેન્ડ ગ્રે્બિંગ કહી શકાય નહીં. જે દલીલ માન્ય રાખીને હાઈકોર્ટે શરતોને આધીન દિલીપભાઈને રૂ.૧૦,૦૦૦ ના શરતી જામીન પર મુક્ત કરવા હુકમ કર્યો હતો.
વધુમાં એડવોકેટ જાેગડિયાએ જણાવ્યું હતું કે, આરોપી જે જગ્યાએ રહે છે તે જગ્યા તેમના પરદાદાએ લીધી હતી. જેની નોંધ સરકારી ચોપડે ૧૯૫૮-૫૯ માં થયેલી હતી. ત્યારબાદ ૧૯૭૭ માં આ જગ્યાનું એકત્રીકરણ કરવામાં આવ્યું હતું અને તે વખતે બ્લોક ભેગા થઈ ગયા હતા. જે બાબતે તેમણે કલેકટરને અરજી પણ કરી હતી. જાે કે આ બધી તકરાર વચ્ચે કદી પોલીસ મથક પણ ના જાેનાર દિલીપભાઈએ એક માસ જેલવાસ ભોગવવાનો વારો આવ્યો હતો!!
