દીસપુર, તા.૧
આસામ સરકારના વિધાનસભામાં જુમ્મા બ્રેક પર રોક લગાવવાના ર્નિણય બાદ હવે એનડીએમાં જ તિરાડ પડતી નજર આવી રહી છે.
અગાઉ જેડીયુએ આ ર્નિણય પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, આ લોકોના અધિકારો છીનવી લેવાનું કામ કરવામાં આવૂ રહ્યું છે. આ વચ્ચે હવે વધુ એક પાર્ટીએ આ ર્નિણય પર વાંધો ઉઠાવ્યો છે. જેડીયુ બાદ હવે ન્ત્નઁ (રામ વિલાસ)ના દિલ્હી અધ્યક્ષ રાજુ તિવારીએ પણ આસામ સરકારના ર્નિણય સામે વાંધો ઉઠાવ્યો છે.
તેમણે સરકારને સૂચન કર્યું કે ધાર્મિક પ્રથાઓની સ્વતંત્રતાનું સન્માન કરવું જાેઈએ. બિહારના બંને સહયોગીઓએ તાજેતરમાં ક્વોટાની જાેગવાઈઓનું પાલન કર્યા વિના કેન્દ્રની લેટરલ એન્ટ્રી સિસ્ટમ પર પણ સવાલ ઉઠાવ્યા હતા. ત્યારબાદ સરકારે ર્નિણય પાછો ખેંચી લીધો હતો.
બીજી તરફ જેડીયુ નેતા નીરજ કુમારે આસામ વિધાનસભામાં જુમ્માની નમાઝ માટે બે કલાકના બ્રેકની પ્રથા પર રોક લગાવવાના ર્નિણયની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે, સરમાએ ગરીબી નાબૂદી અને પૂર નિવારણ જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જાેઈએ. આસામના મુખ્યમંત્રી દ્વારા લેવામાં આવેલો ર્નિણય દેશના બંધારણના મૂળભૂત સિદ્ધાંતોની વિરુદ્ધ છે. તમને જણાવી દઈએ કે, આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ વિધાનસભામાં બે કલાકની જુમ્માની બ્રેક બંધ કરવાનો ર્નિણય લીધો છે.
સરમાએ ર્નિણયનો બચાવ કરતા કહ્યું કે, આ ર્નિણય હિંદુ અને મુસ્લિમ ધારાસભ્યો વચ્ચે સર્વસંમતિથી લેવામાં આવ્યો છે, કારણ કે આપણે આ સમયગાળા દરમિયાન પણ કામ કરવું જાેઈએ.