એન્ટી ઇન્કમ્બસીની સાથે ક્ષત્રિયોની નારાજગીનો કોંગ્રેસ ને ફાયદો થઇ શકે છે
(સાકીબ જરીવાલા દ્વારા) ગુજરાત, તા.૨૯
લોકસભા ની ચૂંટણી પ્રચારનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે ત્યારે અત્યાર સુધી એવું હતું કે ભાજપ ત્યાં વાંધો આવે તેમ નથી. ભાજપ પણ દાવો કર્યો હતો કે, ૨૬ પૈકીની ૨૬ બેઠકો પાંચ લાખથી વધુ ના માર્જિનથી જીતીશું. પણ હાલ જે રીતે ક્ષત્રિય આંદોલન ધીરે ધીરે આક્રમક થઈ રહ્યું છે આ ઉપરાંત મોંઘવારી, બેરોજગારી સહીત ના મુદ્દાઓને લઈને ચિત્ર થોડુંક પલટાયુ હોય તેમ લાગી રહ્યું છે. રાજકીય પંડિતો માની રહ્યા છે કે ગુજરાતની પાંચથી સાત બેઠકો પર પર કોંગ્રેસના કાંટે કી ટક્કર આપી રહી છે. આ બેઠક પર ભાજપને પાંચ લાખના માર્જિનથી ચૂંટણી જીતવા આંખે પાણી આવશે.
ભરૂચઃ ભરૂચ લોકસભાની બેઠક સ્વ.અહેમદ પટેલની પરંપરાગત બેઠક રહી છે. આ વખતે કોંગ્રેસ સાથે જાેડાણ થતાં આ બેઠક આદમી પાર્ટીના ફાળે ગઈ છે. કોંગ્રેસીઓ ઇચ્છતા હતા કે, ટિકિટ અહેમદ પટેલના પરિવારમાંથી કોઈને અપાય. જાેકે આપે આદિવાસી ચહેરા તરીકે વર્તમાન ધારાસભ્ય ચૈતર વસાવાને મેદાનમાં ઉતાર્યા છે. સામે છેડે ૬ વખત સાંસદ રહી ચૂકેલા મનસુખ વસાવા ભાજપ ના ઉમેદવાર છે. ચેતર વસાવા આદિવાસીઓમાં સારી પકડ ધરાવે છે. આ વખતે ચેતર વસાવા મનસુખ વસાવા ને જાેરદાર ટક્કર આપશે તેવું ચિત્ર છે એટલે અહીં મતદારો કોને માથે બેસાડશે એ જાેવાનું રહ્યું. પણ મનસુખ વસાવા માટે જીત સહેલી નથી એ વાત નક્કી છે.
ભાવનગરઃ સૌરાષ્ટ્ર ભાજપનો ગઢ હોવા છતાં આ બેઠક પર ભાજપની મુશ્કેલીમાં વધારો કરવાના બે મોટા કારણો છે. કોંગ્રેસ સાથે સમજૂતી કરીને આમ આદમી પાર્ટીએ અહીંથી પોતાનો ઉમેદવાર ઉતાર્યો છે. બીજું, રૂપાલા અંગે ક્ષત્રિયો વચ્ચેના વિવાદની સીધી અસર ભાવનગર પર પડી શકે છે. આ બેઠક પર ક્ષત્રિયો નિર્ણાયક બની શકે છે.
બનાસકાંઠાઃ બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસે ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને મેદાને ઉતાર્યા છે. ગેનીબેન એ કોંગ્રેસ ના સૌથી સ્ટ્રોંગ લીડર ગણાય છે આ જાેતા તેમને લોકસભાની ચૂંટણી લડાવાઈ રહી છે. જમીની નેતા કહી શકાય તેવા ગેનીબેન હાલ જાેરદાર ટક્કર આપી રહ્યા છે. ભાજપ ઉમેદવાર રેખા ચૌધરી બનાસ ડેરી શરૂ કરનાર પરિવારમાંથી આવે છે. આ ઉપરાંત વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીનો મજબૂત ટેકો છે. જે રીતે પ્રચારમાં ચિત્ર ઉપસ્યુ છે તેજાેતા કોંગ્રેસ પોતાની જીતનો પ્રબળ દાવો કરી રહી છે. પાંચ લાખ, આઠ લાખની મતો થી જીતવાની વાતો થઇ રહી છે પણ ભાજપ માટે અઘરું તો છે. આ વખતે બે મહિલાઓ વચ્ચે ચૂંટણી જંગ જામશે એટલે બનાસકાંઠા માં આ ટક્કર જાેવા જેવી રહેશે.
રાજકોટઃ કેન્દ્રીય મંત્રી રૂપાલાના ક્ષત્રિયો અંગેના વિવાદિત નિવેદન બાદ ગુજરાતભરમાં ભારે વિરોધનો વંટોળ ઉભો થયો છે. ક્ષત્રિયો કોઈ પણ ભોગે રૂપાલા ને હરાવવા મેદાને પડ્યા છે. હવે મનામણાં થાય તેવી શક્યતા નથી.ભાજપ હાઈકમાન્ડ પણ આ મુદ્દે ચિંતિંત છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં અન્ય રાજ્યના અન્ય જિલ્લાઓમાં સંમેલનો કરીને ક્ષત્રિય સમાજે રૂપાલાનો વિરોધ કર્યો છે. જાેકે, મતો પર તેની કેટલી અસર પડે છે તે એક મોટો સવાલ છે. રૂપાલા પોતાની ભૂલ સ્વીકારીને કરેલી વિવાદિત નિવેદન બદલ માંફી માંગી ચુક્યા છે. હવે રૂપાલાની સામે કોંગ્રેસના જાયન્ટ કિલર ગણાતા પરેશ ધાનાણી મેદાનમાં છે. જે અગાઉ રૂપાલાને વિધાનસભામાં હરાવી ચુક્યા છે. ત્યારે આ મુકાબલો ખુબ રોચક બની રહેશે. ક્ષત્રિયોનો રોષ અને જાયન્ટ કિલર સામે સ્પર્ધા આ બન્ને પડકારોની વચ્ચે રૂપાલાને જીત હાંસલ કરવા ભારે સંઘર્ષ કરવો પડશે.
જૂનાગઢઃ જૂનાગઢમાં ભાજપ ઉમેદવાર રાજેશ ચુડાસમાને ટિકિટ આપી છે પણ તેમનો જાેરદાર વિરોધ છે. ડૉ.ચગ આત્મહત્યા પ્રકરણ ખૂબ ચર્ચામાં છે. અહીં પણ ભાજપ ને ક્ષત્રિયો નડી શકે છે. આમ, ભાજપ માટે ગુજરાતમાં ચિત્ર સારું નથી.